Abtak Media Google News

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને મહિતી પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે સંસદમાં જણાવ્યું કે, છેલ્લા 5 મહિનામાં 25 કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્ય સરકારની વેબસાઇટ્સને હેકર્સે નિશાન બનાવી છે. તેમણે ઇન્ડિયન કોમ્પ્યૂટક ઇમર્જન્સી રિસ્પાંસ ટીમ તરફથી આપવામાં આવેલી જાણકારીના આધાર પર જણાવ્યું કે, 2016, 2017, 2018 અને 2019ના મે મહિના સુધીમાં કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો અને રાજ્ય સરકાર સાથે જોડાયેલી ક્રમશ: 199, 172, 110 અને 25 વેબસાઇટ્સ હેક થઇ. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, માહિતી અને ટેક્નોલોજી સાથે જોડાયેલી સેવાઓના વિસ્તાર બાદ સાઇબર અટેક વૈશ્વિક સમસ્યા બની ગઇ છે.

તેમણે કહ્યું, સાઇબર સ્પેસ એક વર્ચ્યૂઅલ અને બોર્ડરલેસ દુનિયા છે તેવામાં દુનિયાના કોઇ પણ ખુણામાં બેસેલા હેકર્સ કોઇ પણ સાઇટ પર ગમે ત્યારે અટેક કરી શકે છે. સરકાર સાઇબર અટેકને રોકવા માટે સખ્ત પગલાં ભરી રહી છે. સરકારે નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર(NCIIPC)ની સ્થાપના કરી છે, જે IT એક્ટ 2000ની જોગવાઇઓ હેઠળ કામ કરે છે. જ્યારે ઇન્ડિયન કોમ્પ્યૂટર ઇમર્જન્સી રિસ્પાંસ ટીમ પણ સમયાંતરે સાઇબર અટેકના સંભવિત ભયને લઇને એલર્ટ જાહેર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.