Abtak Media Google News

સી.સી.સી. અને સી.સી.ડી.સી. સૌરાષ્ટ્ર યુનિ.ના સંયુકત ઉપક્રમે

કાર્યશાળામાં પ્રવેશ મેળવવા નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય

કેરીયર એન્ડ કાઉન્સેલીંગ સેલ (સીસીસી) અને કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર (સીસીડીસી) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તાલીમશાળાઓ અને રેગ્યુલર કોચીંગ મારફત સફળતાપૂર્વક કરાવવામાં આવે છે. અનેક પરીક્ષાઓમાં સીસીડીસીના છાત્રોએ રેકોર્ડબ્રેક પરિણામો મારફત સીસીડીસીની કોચીંગ પધ્ધતી ’ સચોટ ’ છે તેવું પ્રતિપાદિત કરેલ છે .

Advertisement

આગામી તા. 7 -5 ના રોજ યોજાનાર તલાટી કમ મંત્રી માટેની પ્રાથમિક પરીક્ષાની તૈયારી કરતા છાત્રોને જનરલ સ્ટડીઝ અને વર્તમાન બનાવો વિષયક સચોટ અને સ્માર્ટ ટીપ્સ સાથે 10 દિવસ વિનામૂલ્યે માર્ગદર્શન આપવાનું આયોજન સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કરવામાં આવેલ છે.

આ નિ:શુલ્ક કાર્યશાળામાં તલાટી કમ મંત્રીની તૈયારી કરતા છાત્રોને નિષ્ણાંત તજજ્ઞો મારફત આનુષંગીક વિષયો અને વર્તમાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બનાવો અંગે પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવનાર છે. તલાટી કમ મંત્રીની તૈયારી કરતા તમામ છાત્રોને ઉપરોકત વિનામૂલ્યે યોજાનાર તાલીમ શાળામાં ભાગ લેવા એક પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા તલાટી કમ મંત્રીનું ઓનલાઈન ભરેલ ફોર્મની ઝેરોક્ષ સાથે તા . 24  સુધીમાં સીસીડીસી કાર્યાલય , ગ્રાન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે સંપર્ક કરવા ” ટીમ સીસીડીસી” મારફત અનુરોધ કરાયેલ છે. આ કાર્યશાળમાં મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોય વહેલા તે પહેલાના ધોરણે નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.