Abtak Media Google News

156 બોટલ દારૂ  48 બીયરના ટીન અને કાર મળી રૂ.3.55 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેરના રાતાવિરડા રોડ ઉપરથી ઇગ્લીશ દારૂની ઇકકો કારનુ પાયલોંટીંગ કરતો મો.સા.ચાલક તથા ઇકકો કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઇસમનો ઇગ્લીશ દારૂની બોટલ નંગ.156 તથા બીયર ટીન નંગ.48 કી.રૂ.60,600/- મળી કુલ રૂપીયા 3,55,600/-ના મુદામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ.

આજે તા.રર ના રોજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇ દ્વારા જીલ્લામાં પ્રોહી-જુગાર જેવી પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય દરમ્યાન વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સ.આઇ.એમ.કોંઢીયાના માર્ગદર્શન હેઠળ આર.પી.જાડેજા,પોલીસ સબ ઇન્સ.વાંકાનેર તાલુકા તથા સર્વેલન્સ ટીમના માણસો પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ.હરીશચંન્દ્રસિંહ ઝાલા ને મળેલ સંયુકત બાતમી આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા રોડ,ગ્રેનીટો સીરામિક નામના કારખાના પાસેથી ઇગ્લીશ દારૂની પાયલોટીંગ કરી ઇકકો કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા આરોપી રાકેશ નાનાભાઇ મછાર (ઉ.વ.રપ, ધંધો મજુરી, રહે.હાલ સરતાનપર, મોટો સ્લીમ સીરામિક, મુળ ગામ નરોડા તા.ખાનપુર જી.મહીસાગર), રઘુભાઇ ઉર્ફે રઘો રાણાભાઇ ઇન્દરીયા (ઉ.વ.ર3 ધંધો મજુરી રહે.ડુંગરપુર તા.હળવદ જી.મોરબી) તથા પાયલોંગટીંગ કરનાર અરવિંદ વિરજીભાઇ ઇંદરીયા (ઉ.વ.ર0 ધંધો મજુરી રહે.ડુંગરપુર તા.હળવદ જી.મોરબી) વાળાઓને મેક ડોવેલ્સ નંબર-1 સુપરીયર વ્હિસ્કી, બોટલ નંગ 120 (કિં.રૂ. 45000/-) ગ્રેવીટી ગ્રીન એપલ ફલેવર વોડકા, બોટલ નંગ 24 (કિં.રૂ.7200/-) ગ્રેવીટી પ્યોર ગ્રેન વોડકા, બોટલ નંગ 12 (કિં.રૂ.3600/-) કિંગ ફીશર સ્ટ્રોન્ગ પ્રીમીયમ બીયર ટીન નંગ 48 (કી.રૂ.4800/-) તથા ઇકકો કાર નંબર જીજે-36-એલ-8978 (કી.રૂ.2,50,000/-) તથા મો.સા.હીરો સ્પેન્ડર જીજે-38-એસી-9048 (કી.રૂ.30,000/) તથા મોબાઇલ નંગ -3 (કી.રૂ.15000/- ) મળી કુલ રૂપીયા 3,55,600/- ના મુદામાલ સાથે પકડી પાડી તથા આરોપી પરેશભાઇ લવાભાઇ નાકીયા (રહે.ઠીકરીયાળી તા.વાંકાનેરવાળો) નાશી જતા ચારેય ઇસમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.તેમજ પકડાયેલ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરેલ છે. આ કામગીરીમાં પીએસઆઈ આર.પી.જાડેજા તથા પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, પો.કોન્સ.જગદીશભાઇ ગાબુ, હરીશચન્દ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા સહિતનાંઓ રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.