Abtak Media Google News

દેશભરમાં આવતીકાલે ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં રાજ્યકક્ષાના ગણતંત્રની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉ5સ્થિત રહેશે. ગાંધીનગર ખાતે એટ હોમ કાર્યક્રમ યોજાશે. રાજકોટ જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી ધોરાજી ખાતે કરવામાં આવશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.

Dsc 5858 Copy

સિટી-1 પ્રાંત કે.જી. ચૌધરીએ તિરંગાને સલામી આપી: પોલીસ જવાનોની પરેડ

Dsc 5873

રાજકોટમાં શહેરી કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં કરવામાં આવનાર છે. જેનું આજરોજ રિહર્સલ કરવામાં આવ્યું હતું.ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આવતીકાલના રોજ પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને આજ રોજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.

Dsc 5822

આ દરમિયાન સિટી-1 પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને તેને સલામી આપી હતી. આ સાથે પોલીસની પરેડ પણ યોજવામાં આવી હતી. આ વેળાએ પૂર્વ અને પશ્ચિમ મામલતદાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.