3 IPS અધિકારીને ADGPથી પ્રમોશન આપીને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રેન્ક અપાયો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીઓના પ્રોમોશન ડ્યૂ હતાં. જેમાં હવે પ્રથમ રાઉન્ડમાં 3 IPS અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યા છે.

આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP)થી પ્રમોશન આપીને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) રેન્ક અપાયો છે.  જેમાં કેશવ કુમાર, વિનોદ મલ અને સંજય શ્રીવાસ્તવને ADGPથી પ્રમોશન આપી DGP રેન્ક અપાયો છે.

મોટા ભાગના IPS અધિકારીઓ જેમના  ડિપાર્ટમેન્ટ પ્રમોશન કમિટી (DPC) ક્લિયર થઈ ગયા છે. તેમના પ્રમોશન આવશે. તેની સાથે રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અને અમદાવાદ પોલીસ કમિશનરનો તાજ કોના શીરે મુકાશે તે થોડા દિવસોમાં નક્કી થશે.