Abtak Media Google News

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી જણાવ્યું હતું કે, આજે રેલ મંત્રાલય દ્વારા ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. આ માટે કેન્દ્ર દ્વારા જાહેર કરેલ ગાઈડલાઈન લોકો પાલન કરે તે જરૂરી છે. ટ્રેનની ટિકિટનું બુકિંગ ઓનલાઈન જ થાય છે.

રેલવે સ્ટેશન પર આવતા માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું પડશે. પોલીસને આ ગાઇડલાઇનનું પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે.

વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ વિમાની સેવા દ્વારા ભારત પરત લાવવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે મનિલામાં ફસાયેલા ગુજરાતના 139 વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બિહારના લોકોનો તેમના વતન મોકલવા માટે આજે ગાંધીનગર એસટી ડેપોથી સાબરમતી રેલવે સ્ટેશન માટે બસો ઉપડશે.

કાઉન્ટર પર ટિકિટ મળતી નથી. જેથી રેલ્વે સ્ટેશન પર ટિકિટ માટે જવું નહીં. અને ઓનલાઈન રેલ્વે ટિકિટ ઉપર જ મુસાફરોને રેલ્વે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે. રેલ્વે સ્ટેશન પર આવતાં દરેક વ્યક્તિએ માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.