Abtak Media Google News

મુંબઈમાં પડેલા ભારે વરસાદ બાદ આજે સવારે ૮.૪૦ કલાકની આસપાસ જેજે રોડ પર આવેલી ૩ માળની એક બિલ્ડીગ ધરાશાયી થઈ હતી.જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.આ ઉપરાંત ૨૫થી વધુ દટાયા હોવાની આશંકા છે.

હવામાન વિભાગે ઉત્તર કોકણ અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.આ ઉપરાંત મુંબઈ,થાણે તથા આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.ધરાશાયી થયેલી બિલ્ડિંગ સાઉથ મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં આવેલી છે. NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસ અને ફાયર બ્રિગેડ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.