Abtak Media Google News

અગરિયાઓની મદદ માટે જિલ્લા વહીવટ તંત્ર એલર્ટ

સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસ વરસાદની આગાહી છે. ત્યારે ગુરુવારે મોડી સાંજના સમયે પાટડી તાલુકાના ઝીંઝુવાડા રણમાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો. વધુ વરસાદ પડે અને રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયાઓ ફસાય તો તેમની મદદ માટે જિલ્લા વહીવટીતંત્રે એલર્ટ બની પાટડી અને ધ્રાંગધ્રા રણમાં સાધન સામગ્રી સાથે બે ટીમ તૈયાર રખાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યકત કરી છે. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી સાંજે પાટડી તાલુકાના ઝીંઝુવાડામાં વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. વરસાદને લીધે રણના ઝીંઝુવાડાથી વાછડાદાદાના મંદિરે જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. જયારે અમરાપુરથી કોડધા અને રણમાંથી કચ્છ તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે.

દિવાળી બાદ સિઝન ખૂલતા અગરિયાઓ રણમાં મીઠું પકવવા ગયા છે. રણમાં અંદાજે 3 હજાર અગરિયાઓ મીઠું પકવવા ગયા હોવાના અંદાજ છે. ત્યારે કમૌસમી વરસાદને લીધે રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયાઓ ફસાય નહી તે માટે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એકાએક હવામાનમાં પલ્ટો આવવા ના કારણે ગુજરાત સૌરાષ્ટ્રમાં ઠેર માવઠાનો માહોલ સર્જાયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારમાં મીઠું પકવવા માટે જતા અગરિયાઓ માં હાલમાં મીઠું પકવવા ની સિઝન ચાલી રહી છે

ત્યારે એકાએક માવઠાનો માહોલ સર્જાતા હાલમાં રણમાં ગઈકાલે સાંજના માવઠું થયું છે ત્યારે જીંજુવાળા રણ માં મીઠું પકવવા માટે ગયેલા ત્રણ હજારથી વધુ અગરિયાઓ હાલમાં પસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પાટડી અને ધાંગધ્રા રણમાં સાધનસામગ્રી સાથે બે ટીમો તૈયાર હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે વહીવટીતંત્ર આ અગાઉ પણ આ અગરિયાઓને રણમાં જવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં પણ અગરિયા આવોને જાણકારી ન મળવાના કારણે હાલમાં ત્રણ હજાર જેટલા અગરિયાઓ રણમાં ફસાયા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.