Abtak Media Google News

ઉપલેટામાં ચોમાસા દરમિયાન પાલીકાના સ્વ. પ્રમુખ ના સ્મરણાર્થે અર્થે નેચર કલબના સહકારથી ક્રિષ્ના ગ્રુપ દ્વારા ૩૦૦૦ રોપાનું વિતરણ કરાયું હતું.

શહેરના બાવલા ચોકમાં ક્રિષ્ના ગ્રુપ ના સ્થાપક અને નગરપાલિકાના સ્વ. પ્રમુખ સુવાના સ્મરર્ણો અર્થે રાજકોટ નવરંચ નેચર કલબના સહયોગથી ઉપલેટા ક્રિષ્ના ગ્રુપ દ્વારા શહેરમાં ૩૦૦૦ જેટલા વિવિધ જાતના વૃક્ષના રોપાનું વિસ્તરણ રાહત ભાવે કરવામાં આવેલ હતું. આ તકે પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા પાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, દ્વારકા જીલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન ગોજીત્રા, નગરપાલિકાના ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, પૂર્વ પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, બાંધકામ સમીતીના ચેરમેન મયુરભાઇ સુવા, નગર પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઇ સુવા, નગર પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઇ સુવા, નવરંગ નેચર કલબના વી.ડી. બાલા, કનુભાઇ સુવા, નિલુભાઇ ગાંધીયા અશોકભાઇ શેઠ, વિક્રમસિંહ સોલંકી મનોજભાઇ નંદાણીયા, ગોવિંદભાઇ વિક્રમસિંહ સોલંકી, મનોજભાઇ નંદાણીયા: ગોવિંદભાઇ નંદાણીયા સરસ્વતી મંડળ તેમજ નગરપાલિકાના સાથે રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.