Abtak Media Google News

લખતરના વડેખણ ગામેથી રૂ.૭.૯૨ લાખના ૨૯ હોન્ડા કબ્જે કરાયા

શહેરના જુદા જુદા વિસ્તારમાથી ૩૧ જેટલા બાઇકની ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર રીઢા તસ્કરોને ભક્તિનગર પોલીસે ધરપકડ કરી તેની પાસેથી રૂા.૭.૯૨ લાખની કિંમતના ૨૯ બાઇક કબ્જે કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલા જય જવાન જય કિશાન સોસાયટીના હિતેશ ઉર્ફે બાડો ચમન કારેણા, લખતરના વડેખણ ગામના સંજય મનસુખ મેર, અનિલ દલસુખ વડેખણીયા અને ગોપાલ ઘુઘા રોજાસરા નામના શખ્સોને ભક્તિનગર પોલીસ મથકના પી.આઇ. જે.ડી.ઝાલા, પી.એસ. આઇ. પી.બી.જેબલીયા સહિતના સ્ટાફે આઇ-વે પ્રોજેકટ અને પોકેટ કોપ એપ્લીકેસનની મદદથી ધરપકડ કરી છે. ચારેયની પૂછપરછ દરમિયાન તેઓએ કુવાડવા રોડ, મોરબી રોડ, જય જવાન જય કિશાન સોસાયટી, શ્રી રામ પાર્ક, શક્તિ સોસાયટી, ચામુંડા સોસાયટી, શક્તિ પાર્ક, ઘનશ્યામનગર, અક્ષરધામ, ઉત્સવ સોસાયટી અને ધોળકીયા સ્કૂલ પાસેથી ૩૧ જેટલા બાઇકની ચોરી કરી લખતરના વડેખણ ગામે છુપાવ્યાની કબુલાત આપતા પોલીસે ચાલુ વરસાદે રૂા.૭.૯૨ લાખની કિંમતના ૨૯ બાઇક અને બે બાઇકના એન્જિન કબ્જે કરી ચારેય શખ્સોની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની તપાસ કરવા માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.