Abtak Media Google News

પોલીસે દારૂની ૪૮ બોટલ, બાઈક મળી રૂ.૩૪૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો

શહેરના પુનિતનગર પાસે વિશ્ર્વકર્મા સોસાયટીમાં બુટલેગર એકટીવામાં દારૂ રાખી વેચાણ કરતો હોવાની ચોકકસ બાતમીનાં આધારે તાલુકા પોલીસ સ્ટેશનની દુર્ગા શકિત ટીમના એ.એસ.આઈ. ટી.આર. બુદાની ટીમે દરોડો પાડી વિશ્ર્વકર્મા સોસાયટીના ભગીરથસિંહ વનરાજસિંહ વાઘેલા, તિરૂપતી સોસાયટીનાં જયદીપ રસીકભાઈ મકરાણીયાની ધરપકડ કરી પોલીસે એકટીવામાંથી વિદેશી દારૂની ૪૦ બોટલ કિંમત રૂા.૧૬૦૦૦ તથા એકટીવા મળી રૂા૩૧૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત લોકડાઉન પછી કલરકામનો ધંધો નહી મળતા રામનાથપરાનાં અફઝલ અહમદ કુરેશીએ દારૂ વેચવાનું શરૂ કરતા એ ડીવીઝન પોલીસે દરોડો પાડી રૂા.૩૨૦૦ની કિમંતની આઠ બોટલ ઝડપી પાડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.