Abtak Media Google News

શહેરમાં દારૂ, વ્યાજખોરી, મારામારી અને ચોરીના ગુનામાં સંડોવાયેલા નામચીન શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવાની પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શરૂ કરેલી ઝુંબેશ અંતર્ગત આંબેડકરનગરના નામચીન શખ્સ અને વધુ એક વ્યાજના ધંધાર્થીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા ભૂપત પીઠા કંટારીયા નામના શખ્સ સામે લૂંટ, મારામારી, દારૂ અને ધમકી દેવાના અનેક ગુના નોંધાતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસાનું વોરન્ટ ઇસ્યુ કરતા તાલુકા પોલીસ મથકના પી.આઇ. જે.વી. ધોળા, એએસઆઇ ભરતભાઇ વનાણી અને આર.બી.જાડેજા સહિતના સ્ટાફે પાસાના વોરન્ટની બજવણી કરી સુરત જેલ હવાલે કર્યો છે.

જ્યારે એસઆરપી કેમ્પ સામે વિપ્ર યુવાન જયેશને વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં સંડોવાયેલા મહિસાગર જિલ્લાના લુણાવાડા ગામના ચિરાગ વાડીલાલ પટેલ નામના શખ્સની પાસા હેઠળ અટકાયત કરવાના વોરન્ટના આધારે યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડા, પી.એસ.આઇ.એ.બી.જાડેજા, એએસઆઇ બળભદ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ જાડેજા અને લક્ષ્મણભાઇ સહિતના સ્ટાફે પાસાના વોરન્ટની બજવણી કરી ભાવનગર જેલ હવાલે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.