Abtak Media Google News

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૂળ જગ્યાએ હાજર થશે

રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને ગત સાંજે મહાનગરપાલીકા અને જીલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીની કામગીરી માટે ૩૫  નાયબ મામલતદારોના ઓર્ડરો કર્યા છે.જેમાં કોર્પોરેશન માટે ૪ અને પંચાયતની ચૂંટણી માટે ૩૧ નાયબ મામલતદારોના આદેશો થયા છે.

Advertisement

કલેક્ટરે પોતાના હુકમમાં જણાવ્યું છે કે ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી આ તમામ નાયબ મામલતદારોએ ચૂંટણી ફરજ બજાવવાની રહેશે અને ત્યારબાદ પોતાની મૂળ જગ્યાએ હાજર થવાનું રહેશે. નાયબ મામલતદાર એસ.બી.કઠીરિયા, એચ.બી.મકવાણા, એચ.ડી. દુલેરા, આર.કે.વાછાણીને કોર્પોરેશનમાં જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે એચ.ડી.રૈયાણી, આર.આઇ.ઉપાધ્યાય, એચ.એ.ચુડાસમા, એસ.એ.ખીમાંણી, પી.ડી. સુવા, વી.એલ. ધાનાણી, એ.એસ.દોશી, એમ.ડી.રાઠોડ, જે.એમ.દેકાવડીયા, એમ.ટી. વાઘેલા, એમ.બી. મકવાણા, આર. જી. રાઠોડ, આર.ડી.જાડેજા, આર.જે. પંડ્યા, એચ.જે.જાડેજા, આર.જે. જાની, જે.એલ. રાજાવઢા, એમ.આઈ.બેલીમ, રઘુવીર પી. પઢીયાર, વી.આર.રાબા, એચ.પી. કોરાટ, એ.એન.પરમાર, એમ.એન.સોલંકી, જે.બી. અગ્રવાત, ડી.એન.કંડોરીયા, બી.એમ.વ્યાસ, આર.એન. કંડોરીયા, ડી.એસ મકવાણા,ભાર્ગવ એમ. કમાણી,આર.આર. ચૌધરી, પિયૂષ ચૂડાસમાનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.