Abtak Media Google News

ભારે વોલેટાલીટીના પગલે રોકાણકારોના શ્વાસ અધ્ધર: છેલ્લા ચાર ટ્રેડીંગ સેશનમાં સેન્સેકસ ૨૫૦૦ પોઈન્ટ જેટલો ગગડ્યો

સેન્સેકસમાં સતત વોલેટાલીટીના કારણે રોકાણકારોમાં ભારે ગભરાટનું વાતાવરણ ફેલાયું છે. આજે પણ સેન્સેકસમાં ૭૦૦ પોઈન્ટનું ગાબડુ પડી જતા રોકાણકારો મુંઝાયા હતા. ખુલ્યા બાદ સેન્સેકસ ૫૦૦ પોઈન્ટ ઉંચકાયો હતો ત્યારબાદ ભારે વેંચવાલીના પગલે સેન્સેકસ બપોરે ૩:૧૮ સુધીમાં ૭૦૦ પોઈન્ટ ગગડી ૪૬૨૦૦ની સપાટી નજીક પહોંચી ગયો હતો.

ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ, ટેકનોલોજી, ઓઈલ ગેસ, ઓટોમેટીવ સહિતના તમામ સેકટર આજે ધોવાઈ ગયા હતા. એકમાત્ર ફાર્મા સેકટરમાં નજીવી તેજી જોવા મળી હતી. બજાર બંધ થવાના સમયે એકાએક સેન્સેકસ ગગડી ગયો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ,  એમ એન્ડ એમ, ઓએનજીસી, બજાજ ફિનસર્વ સહિત શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક ૪.૧૦ ટકા વધી ૮૩૦.૫૦ પર કારોબાર કરી રહ્યો હતો. એમ એન્ડ એમ ૨.૩૫ ટકા વધી ૭૮૩.૭૫ પર કારોબાર કરી રહ્યો હતો. જોકે એક્સિસ બેન્ક, મારુતિ સુઝુકી, એચયુએલ, એનટીપીસી, ભારતી એરટેલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. ડોકટર રેડી લેબ, મારૂતિ સુઝુકી, બજાજ ઓટો, ભારતી એરટેલ, એનટીપીસી, ઓએનજીસી, ટીસીએસ અને ઈન્ફોસીસ સહિતના ટોચના શેર ૨.૭૪ થી લઈ ૫.૫૫ ટકા સુધી ગગડી ગયા હતા.

માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્ર્વિક બજારમાં પણ ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યાં છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ અને હોન્ગકોન્ગનો હેંગસેંગ ૦.૨૨ ટકા વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ, જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૦.૫૧ ટકા, કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ૧.૨૮ ટકા અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ૦.૧૧ ટકા ઘટ્યો છે.

આ પહેલાં અમેરિકાનાં બજારોમાં પણ સારી રિકવરી જોવા મળી હતી. ડાઉ જોન્સ, નેસ્ડેક અને એસ એન્ડ પી ૫૦૦ ઈન્ડેક્સ લગભગ ૧-૧ ટકાના વધારા સાથે બંધ થયા હતા. આ જ રીતે યુરોપિયન માર્કેટમાં જર્મનીનો ડીએએકસ ઈન્ડેક્સ ૦.૩૩ ટકા ઉપર અને ફ્રાન્સનો સીએસી ઈન્ડેક્સ ૦.૯૩ ટકા ઉપર બંધ થયા હતા, જ્યારે બ્રિટનનો એફટીએસઈ ૦.૬૩ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.

સોના-ચાંદીમાં તેજીનો સળવળાટ

આજે સોના-ચાંદીમાં તેજીનો સળવડાટ જોવા મળ્યો હતો. સોનુ (એમસીએક્સ) ૩૫૨ વધીને ૫૦ હજારની સપાટી નજીક પહોંચ્યું હતું. બીજી તરફ ચાંદી (એમસીએક્સ, ૨૯ જાન્યુઆરી)માં આજે ૨૬૦૦નો ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદી ૭૦,૨૬૯ની સપાટી સુધી પહોંચી હતી. આ ઉપરાંત ડોલર સામે રૂપિયો ૦.૦૯ પૈસા મજબૂત થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.