Abtak Media Google News

રાજયની જુદી જુદી સ્કૂલોમાં ખાલી પડેલી વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા આજે ખેલ અભિરૂચી કસોટી લેવામાં આવી હતી. કુલ 5075 સ્કૂલોમાં ખાલી પડેલી પીટી ટીચર્સની જગ્યા સામે 3591 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ, અંદાજે 14 વર્ષ પછી લેવાયલી પીટી ટીચર્સની ભરતી પ્રક્રિયા માટેની ટેસ્ટમાં પણ પુરતી સંખ્યામાં ઉમેદવારો મળી શકયાં નથી. અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપનારા 68 ઉમેદવારોની સામે 73 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આગામી દિવસોમાં પરિણામ જાહેર થયા બાદ કેટલા ઉમેદવારો પાસ થાય તે મહત્વનું છે.

Advertisement

14 વર્ષ પછી લેવાયલી પીટી ટીચર્સની ભરતી પ્રક્રિયા માટેની ટેસ્ટમાં પણ પુરતી સંખ્યામાં ઉમેદવારો મળી શકયાં નથી

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ કેન્દ્રો પરથી પીટી ટીચર્સ બનવા માટેની ખેલ અભિરૂચી ટેસ્ટ લેવામાં આવી હતી. આ ટેસ્ટમાં કુલ 4893 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જે પૈકી આજની પરીક્ષામાં 3591 ઉમેદવારો હાજર રહ્યા જેની સામે 1302 ગેરહાજર રહ્યા હતા. રાજયમાં 300થી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેવી સ્કૂલમાં વ્યાયમ એટલે કે પીટી ટીચર્સની હંગામી ધોરણે નિમણૂંક કરવા માટે આ ટેસ્ટ યોજવામાં આવી હતી. 21 હજાર રૂપિયા માસિક વેતનથી ખેલ સહાયકની નિમણૂંક કરવા માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 20મી ઓગ્ટના રોજ ખેલ સહાયક કસોટી લેવાની જાહેરાત કરી હતી.

300 સંખ્યા ધરાવતી સ્કૂલોમાં 5075 જગ્યાઓની સામે ઓછા ફોર્મ ભરાતાં પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. નવી લાયકાત અને વયમર્યાદામાં વધારો કરવામાં આવ્યા બાદ નવેસરથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બીજી વખત રજિસ્ટ્રેશ કર્યા પછી પણ અંદાજે 5 હજાર જગ્યાઓની સામે 4893 ફોર્મ ભરાયા હતા. પરીક્ષા બોર્ડ દ્વારા કુલ 100 માર્કસની પરીક્ષા લેવામાં આવી હતી. આજની પરીક્ષામાં 3483 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે, 1191 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

હિન્દી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ખાલી પડેલી સ્પોર્ટસ ટીચર્સની જગ્યા મટે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અંગ્રેજી માધ્યમમાં કુલ 141 ઉમેદારો નોંધાયા હતા. જેની સામે આજે પરીક્ષામાં 68 ઉમેદવારો હાજર રહ્યા હતા. હિન્દી માધ્યમમાં 78 ઉમેદવારો નોંધાયા હતા. જેની સામે માત્ર 40 હાજર રહ્યા હતા. આમ, કુલ નોંધાયેલા 4893 ઉમેદવારો પૈકી 3591 ઉમેદવારો હાજર રહેતા પરીક્ષામાં 73.39 ટકા હાજરી નોંધાઇ હતી. આગામી દિવસોમાં પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તેમાં હજુ કેટલાક ઉમેદવારો નાપાસ થતાં કુલ જગ્યા સામે મોટાભાગની જગ્યાઓ ખાલી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.