Abtak Media Google News

કેન્દ્ર સરકારના આદેશને પગલે ડેમ સેફ્ટી એક્ટ હેઠળ રાજ્યના વર્ષો જૂના ડેમોની ચકાસણી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ડેમોનું ઇન્સ્પેક્શન કરવા ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનને જવાબદારી સોંપી હતી. ડેમોની ચકાસણી પૂર્ણ થતા આ મામલે એક રિપોર્ટ રાજ્ય સરકારને સપ્રત કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 260 ડેમ પૈકી 30 ડેમો એવા હતા કે જે 107થી માંડીને 155 વર્ષ જૂના છે. ત્યારે તેના આધારે ગુજરાતના 260થી વધુ નાના-મોટા ડેમની ચકાસણી કરવામાં આવી રહી છે.

ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનની ભલામણને આધારે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

રાજ્યના 260થી વધુ નાના-મોટા ડેમની ચકાસણી કરવામાં આવી રહી છે

ગુજરાતમાં મુવાડીયા, કુવાડવા, આનંદપુર, સાવલી, વાગ્રોલી, ભાદકા, રેવાળીયા, મીંજરી, ધનોરા, લીમલા, મોટા બંધારીયા અને મોટા આકડીયા સહિતના 30 જેટલા ડેમો એવા છે કે જે 100 વર્ષ કરતા પણ જૂના છે. આ તમામ ડેમની ચકાસણી કરવામાં આવી રહી છે. જ્યાં સેફ્ટી માટે જરૂરી કામ જણાશે ત્યાં કરવામાં આવશે. આ માટે ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનની ભલામણોના આધારે સરકારે કમિટી બનાવી છે. જેના સૂચનોના આધારે પગલા લઇ ડેમને સુરક્ષિત રાખવામાં આવશે.

વધુ વિગતો આપતા રાજ્ય પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે સરકારે ફરીથી ડેમોની ચકાસણી હાથ ધરી છે. જેમાં 70 થી 80 જૂના ડેમોની સુરક્ષા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. હવે ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનની ભલામણોના આધારે જૂના-પુરાણા ડેમોની સાચવણી કરવામાં આવશે અને 100 વર્ષ જૂના ડેમોનું તેમાં જળ સંગ્રહ માટે કેટલા સક્ષમ છે. ડેમોમાં શું સમારકામની જરૂર છે? ડેમોની જાળવણી માટે શું કરવું જોઇએ? આ બધાય પાસાઓ સાથે ચકાસણી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.