Abtak Media Google News

Table of Contents

આપણાં દેશમાં 14 નવેમ્બરે ‘બાળ દિવસ’ ઉજવાય છે. પણ વૈશ્ર્વિકસ્તરે ‘વિશ્ર્વ ચિલ્ડ્રન ડે આજે 20મી નવેમ્બરે ઉજવાય છે. વિશ્ર્વ બાળ દિવસ-2023 માટે યુનિસેફ દ્વારા આ વર્ષની થીમ…’ દરેક બાળક માટે, દરેક અધિકાર’ છે.  છેલ્લા વર્ષોમાં રોગચાળા દ્વારા અનુભવાયેલ વિક્ષેપો અને શીખવાની ખોટમાંથી બાળકોને પુન:પ્રાપ્ત કરવામાં મદદનો ઉદ્દેશ છે. 1959માં આજ દિવસે યુ.એન.ની જનરલ એસેમ્બલી દ્વારા બાળ અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તેની યાદમાં દર વર્ષે 20મી નવેમ્બરે ‘વલ્ર્ડ ચિલ્ડ્રન ડે’ની ઉજવણી કરવામાં આવે છે. આજનો દિવસ બાળકોના અધિકારોને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેમના જીવન ધોરણમાં સુધારો કરવા વૈશ્ર્વિકસ્તરે ઉજવણી કરીને જાગૃતિ પ્રસરાવાય છે. બાળ કલ્યાણ સાથે આંતરરાષ્ટ્રીય એકતાને પણ પ્રોત્સાહન અપાય છે.

1964 પહેલા ભારતમાં પણ 20 નવેમ્બરે બાલ દિવસ ઉજવાતો હતો : આ વર્ષની ઉજવણી થીમ ’દરેક બાળક માટે, દરેક અધિકાર’  પૃથ્વી પર વસતા દરેક બાળક માટે શાંતિ, સુરક્ષિત વાતાવરણ, તેની વાત સાંભળવી અને અધિકારોનું રક્ષણ કરવાની જરૂર

બાળકો પણ પોતાને મળતા તમામ અધિકારોના હકદાર છે: વિશ્વમાં દર છઠ્ઠું બાળક ગરીબ દેશોમાં વસે છે: 1959 માં યુએન દ્વારા તેના અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી, જોકે 1954 માં પ્રથમવાર વિશ્વ બાળ દિવસ ઉજવણી કરવામાં આવેલ હતો

આપણા દેશમાં બાળ દિવસનો સમૃદ્ધ ઇતિહાસ છે, જે જવાહરલાલ નહેરુ સાથે જોડાયેલો છે: પહેલા આ દિવસ ફ્લાવર ડે તરીકે ઉજવાતો હતો: તેની કાળજી લેવી, કારણકે તે રાષ્ટ્રનું ભવિષ્ય અને આવતીકાલના નાગરિક છે: નવેમ્બર મહિનો વિશ્વભરમાં ચિલ્ડ્રન્સ સેલિબ્રેશન તરીકે ઉજવાય છે

વિશ્ર્વના વિવિધ દેશોમાં અલગ-અલગ તારીખે ‘બાળ દિન’ ઉજવાય છે, પણ વૈશ્ર્વિક સ્તરે ‘વલ્ર્ડ ચિલ્ડ્રન ડે’ આજે ઉજવણી કરાય છે. આ દિવસના ઇતિહાસમાં 14 ડિસેમ્બર-1954ના રોજ યુ.એન. દ્વારા તમામ દેશોને સાર્વત્રિક બાળ દિવસ ઉજવવા જણાવાયું હતું. યુનિવર્સલ ચિલ્ડ્રન ડે એ માત્ર બાળકો કોણ છે, એટલા માટે તેની ઉજવણી નથી થતી, પણ વિશ્ર્વભરના બાળકો વિશે જાગૃતિ ઉભી કરવાનો દિવસ છે. આજે પણ બાળકો સાથે દુવ્ર્યવહાર, શોષણ, ભેદભાવ, હિંસા વિગેરે થાય છે. બાળકોના અધિકારોનું હનન પણ થાય છે.

પવર્તમાન સમયમાં 5 થી 14 વર્ષની વયજૂથના 153 મિલિયન બાળકો બાળ મજૂરી, ગુલામી, વૈશ્યાવૃતિ અને પોર્નોગ્રાફી સહિત વિવિધ પ્રકારના શોષણમાં ફરજ પાડવામાં આવે છે. વૈશ્ર્વિક લેબર ઓર્ગેનાઇઝેશનને 1999માં બાળ મજૂરીના સૌથી ખરાબ સ્વરૂપો પર પ્રતિબંધ અને નાબૂદી અપનાવી હતી.  વિશ્ર્વએ બાળકોને તેની કલ્પના મુજબની દુનિયામાં જીવન જીવવા માટેનું વાતાવરણ સુવિધા પુરી પાડવાનું છે. બીજા વિશ્ર્વ યુધ્ધ પછી બાળકોની દુર્દશા ગંભીર હતી. બાળકોને ખોરાક-કપડાં અને આરોગ્ય સંભાળ માટે 1953થી યુનિસેફ બાળ પ્રવૃતિનો કાયમી ભાગ બની ગયોને અને સક્રિયતાથી સતત કાર્ય કરી રહ્યાં છે.

બાળકોને વિકસવા માટે સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણ પ્રદાન કરો. બાળકોના અધિકારોના રક્ષણ સાથે તેમને વિશાળ અને સમાન તકો આપવી જોઇએ, જેથી તે રાષ્ટ્રના વિકાસમાં લાંબા ડગલા ભરી શકે. બાળકનો શિક્ષિત અને સ્વસ્થ નાગરીક તરીકે વિકસવાનો અધિકાર છે. ચિલ્ડ્રન્સ ડે એ બાળકોના સન્માનમાં દર વર્ષે ઉજવાય છે. 1925માં જીનીવામાં બાળ કલ્યાણ ઉપર વિશ્ર્વ પરિષદ યોજાય જેમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ડે ઉજવવાની ઘોષણા થઇ. 1950 પછી મોટાભાગના દેશોમાં 1 જૂને આ દિવસ ઉજવવાનું શરૂ થયું હતું. 1959માં યુ.એન.ની જનરલ એસેમ્બલી દ્વારા બાળ-અધિકારોની ઘોષણાની યાદમાં વિશ્ર્વ બાળ દિવસ 20મી નવેમ્બરે ઉજવવામાં આવે છે. કેટલાક દેશોમાં તે ચિલ્ડ્રન વીક તરીકે ઉજવાય છે. વિશ્ર્વ બાળ દિવસ હવે યુનિવર્સલ ચિલ્ડ્રન ડે તરીકે જાણીતો થઇને આજે વૈશ્ર્વિક સ્તરે ઉજવાય છે.

આપણાં દેશમાં આ દિવસે બાળકોની મસ્તી અને આનંદનો દિવસ છે. આપણાં દેશમાં 1964થી આજના દિવસે બાળ દિવસ ઉજવાય છે. આ ઉજવણી દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોના મહત્વને દર્શાવે છે, સાથે સાથે તેના અધિકારો પ્રત્યે લોકોને જાગૃત કરવા પણ આજનો દિવસ મહત્વનો છે. ઘણા દેશોમાં 1લી જૂન, ચીનમાં 4 એપ્રીલ, પાકિસ્તાનમાં 1 જુલાઇ, અમેરિકામાં જૂનનો બીજો રવિવાર, બ્રિટનમાં 30 ઓગસ્ટ, જાપાનમાં 5મી મે, જર્મનીમાં 20 સપ્ટેમ્બર જેવી વિવિધ તારીખે બાળ દિવસ વિશ્ર્વભરમાં ઉજવાય છે.

પ્રથમવાર 1954ના વર્ષમાં બાળ દિવસ ઉજવાયો હતો. આ ઉજવણીનો હેતુ બાળકોમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમયને વિકસતી કરવાનો એકમાત્ર હેતુ હતો. સંપૂર્ણ વિશ્ર્વમાં બાળકોના કલ્યાણને પ્રોત્સાહિત કરવામાં આવે અને તે બાબતે જનજાગૃત્તિ લાવવાનો પ્રયાસ કરાય છે. 1989માં બાળકોના હક્કો પર કરારમાં વિશ્ર્વનાં 191 દેશો દ્વારા તેને માન્યતા મળી હતી. આપણા દેશમાં બાળ દિવસની શરૂઆત 1925માં થઇ હતી. સંયુક્ત રાષ્ટ્રે 20 નવેમ્બર બાળ દિવસ માટે નક્કી કર્યો હતો. ઘણાં દેશોમાં 1950થી બાળ સંરક્ષણ દિવસ 1લી જૂને ઉજવણી કરાય છે. બાળકના સારા ભવિષ્ય માટે, સંર્વાંગી વિકાસ માટે તથા તેના મૂળભૂત હક્કોના રક્ષણ માટે કટીબધ્ધ થવા બાળ દિવસ સમગ્ર વિશ્ર્વમાં ઉજવાય છે.

આવતીકાલના નાગરિકને વિકાસની હરણફાળમાં તમામ પ્રકારે મદદ સાથે તેમના કલ્યાણ બાબતેના કાર્યોમાં સમાજના દરેક વર્ગે મદદરૂપ થવું જરૂરી છે. આજે ગરીબ મા-બાપનાં સંતાનો આર્થિક ઉપાર્જન માટે દુકાનો, રેસ્ટોરન્ટો, ચા-પાનના ગલ્લે કે અન્ય સ્થળે બાળ મજૂરી કરીને પૈસા રળે છે. ભણવાની ઉંમરે કામ કરતાં બાળકોની સંખ્યા આપણાં દેશમાં ઘણી છે. આ બાબતે કાયદો તો છે પણ અમલવારી ન થવાથી બાળ મજૂરી પ્રથા આજે પણ ચાલુ છે. આજે બાળ દિવસે સૌ આ તરફની ચિંતા કરવાની જરૂર છે.

બાળકોને નાગરીક તરીકે વિકસવાનો અધિકાર છે. આજે તો બધા માટે વિવિધ કાર્યક્રમો થતા હોય છે પણ બાળકો માટેના કાર્યક્રમોની અછત છે. ચિલ્ડ્રન ક્લબો શરૂ કરીને કલ્ચરલ અને સ્પોર્ટ્સમાં વિકાસ કરવો અને તેના રસ, રૂચિ, વલણોને ધ્યાને લઇને તમામ મદદ કરવી તે સૌની નૈતિક જવાબદારી છે.

આજે રોડ ઉપર નાના બાળકો ભીખ માંગતા નજરે પડે છે. રોજબરોજ બાળકોને ઉપાડી જવાની ઘટના પણ બનતી જોવા મળે છે. બાળકએ માત્ર ઘરનું ખુશીનું કારણ નથી, એ દેશનું ભવિષ્ય પણ છે. બાળકોનું શોષણ થતું અટકાવવું જરૂરી છે. બાળકોને યોગ્ય શિક્ષણ, પોષણ, સંસ્કાર મળે કારણ કે તે આપણાં દેશનું ભાવી છે. આજે દેશમાં બાળકો ઉપર અત્યાચારો, બાળ લગ્નો, દુરૂપયોગ જેવા વિવિધ દૂષણોને ડામવા જ પડશે. બાળક પોતે જ પોતાનામાં વિશિષ્ટ અને મહાન છે જરૂર છે ફક્ત આપણે જોવાની.

આજે બધે જ ‘બાળ મજૂરો’ દેખાય છે !

ફેક્ટરી એક્ટ-1948ના કાયદા મુજબ 14 વર્ષથી નીચેના બાળકોને રોજગારી આપવા બાબતે મનાઇ હોવા છતાં આજે ચોમેર દિશાએ ‘બાળમજૂરો’ જોવા મળે છે. બાળ મજૂરીના કાયદાનો કડક અમલ થાય તો, આ બાળકો પણ અન્ય બાળકોની જેમ વિકાસ કરી શકે છે. આજે ઘણી સંસ્થાઓ ઝુપડપટ્ટીના બાળકો માટે શિક્ષણ સાથે વિવિધ પ્રવત્તિ કરાવી રહી છે પણ તેના મા-બાપો તેને મજૂરીએ મોકલીને આમદાની મેળવવામાં રસ હોવાથી તે તેના સંર્વાંગી વિકાસ માટે કશુ કરતાં જ નથી.

આ છે, બાળકોની વિવિધ સમસ્યા !

બાળકોના જીવનને ગુણવત્તાસભર બનાવવા માટે વિવિધ પડકારોમાં કુપોષણનું ઊંચું પ્રમાણ, રસીકરણનો ખરાબ વ્યાપ, ઘટતો સ્ત્રી-પુરૂષનું રેશીયો, બાળલગ્ન, બાળમજૂરી જેવી વિવિધ સમસ્યાઓ તેના સંર્વાગી વિકાસમાં આડે આવી રહી છે. ગરીબીને કારણે મા-બાપ પોતાના સંતાનોને ભણવાને બદલે કામે મોકલી આપે છે. આપણે બાળમજૂરીની સંખ્યા વિશેષ જોવા મળે છે.   બાળકોના અધિકારોનું આજે કેટલું પાલન કે રક્ષણ થાય છે તે, સૌને ખબર છે. યુનિસેફ દ્વારા બાળકનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લિંગ ભેદ અને અન્ય અસમાનતા દૂર કરવાના હસ્તક્ષેપોનાં સક્રિય કાર્યક્રમો યોજાય રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.