Abtak Media Google News

૧૦ મહિલા લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કિટ અર્પણ

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકા દ્રારા સરકારી કન્યાશાળા, પ્રભાસ-પાટણ ખાતેયોજાયેલ ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમા ૩૬૪૭ પ્રશ્ર્નો ઉકેલાયા હતા. રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, પુર્વ મંત્રી જશાભાઈ બારડ અને નગરપાલીકાનાપ્રમુખ મંજુલાબેન સુયાણીના હસ્તે રતનબેન બાભણીયાને વિધવા સહાય મંજુરીપત્ર, આશાબેન દવેનેનિરાધાર વૃધ્ધ સહાય મંજુરીપત્ર અર્પણ કરી રામીબેન વાઢેર, કુવરબેન વાયલુઅને મોતીબેન બામણીયા સહિત ૧૦ મહિલા લાર્ભાથીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કિટઆપવામાં આવી હતી.રાજ્ય બીજ નિગમના ચેરમેને કહ્યું કે, સરકારના સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી લોકોના વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવે છે.

વધુમાં વધુ લોકોને આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા તેઓએ અનુરોધ કર્યોહતો. પુર્વ મંત્રીએ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમી લોકોના વ્યક્તિલક્ષી પ્રશ્ર્નો ઉકેલવામાં સરકારે સફળતા મળી છે તેમ જણાવ્યુ હતુ. નગરપાલીકાના પ્રમુખ મંજુલાબેનેવ્યક્તિલક્ષી પ્રશ્ર્નો જેવા કે રાશનકાર્ડમાં સુધારો કરવો, આધારકાર્ડ નોંધણીસહિતના પ્રશ્ર્નોના ઉકેલ માટે  મામલતદારકચેરી અને નગરપાલીકા કચેરી ખાતે અરજદારોને આવવું ન પડે તે માટે સરકારે સેવા સેતુકાર્યક્રમનું આયોજન કરી લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યુ છે તેમ જણાવ્યુ હતુ.

આપ્રસંગે મામલતદાર દેવકુમાર આંબલીયા, ચીફ ઓફિસર જતીન મહેતા, અગ્રણી જયદેવભાઈજાની, રાજુભાઈ ગઢીયા, પરેશભાઈ કોટીયા, ફારૂકભાઈ બુઢીયાઅને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.