Abtak Media Google News

ટી20માં ઝડપી 50 વિકેટ લેનાર બોલર બનતો કુલદીપ યાદવ

ટેસ્ટ અને વન-ડે શ્રેણી જીત્યા બાદ પાંચ મેચ ની ટી20 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ બે મેચમાં ભારતનું નબળું પ્રદર્શન રહેવાના કારણે વેસ્ટ ઇન્ડીઝ બે મેચ જીતી સિરીઝમાં પોતાનું પ્રભુત્વ હાંસલ કર્યું હતું ત્યારે ત્રીજા ટી20 મેચમાં ભારતનો સાત વિકેટ એ વિજય થતા સિરીઝ જીવંત થઈ છે.

ભારતે ત્રીજી ટી-20 સાત વિકેટથી જીતી વિન્ડિઝ સામેની પાંચ મેચની શ્રેણી જીવંત રાખવામાં સફળતા મેળવી હતી. ભારતની જીતમાં સૂર્યકુમારે મહત્વનો ફાળો આપ્યો હતો. તેણે સૂર્યકુમારના 44 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 83 રન ફટકાર્યા હતા. જ્યારે તિલક વર્મા 49 રને અણનમ રહ્યો હતો. ભારતે 160નો ટાર્ગેટ 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. જીતવા માટેના 160ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતે જયસ્વાલ 1 અને ગીલે 6 રન બનાવ્યા હતા. 34 રનમાં ભારતના બંને ઓપનરોએ પોતાની વિકેટ ગુમાવી હતી. જોકે સૂર્યકુમાર અને તિલકની જોડીએ 51 બોલમાં 87 રન જોડતા ખળભળાટ મચાવ્યો હતો.

સૂર્યકુમાર 83 રને જોસેફનો શિકાર બન્યો હતો. આખરે તિલક અને હાર્દિક અણનમ 20 રન નોંધાવી ટીમને જીત અપાવી હતી. હાર્દિક પંડ્યાએ 18મી ઓવરના પાંચમા બોલે છગ્ગો ફટકાર્યો હતો અને આ કારણે તિલક 49 રને અણનમ રહેતા સતત બીજી મેચમાં અડધી સદી ચૂક્યો હતો. બીજી સૌથી મોટી વાત એ છે કે ભારતના બોલરોનો જે ટી20માં દબદબો જોવા મળતો હોય છે તે પણ જોવા મળ્યો ન હતો અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ 159 રન નોંધાવી શકી હતી.

બીજી તરફ કુલદીપ યાદવ એ પણ એક રેકોર્ડ પોતાના નામે સ્થાપિત કર્યો છે જેમાં તે પોતાના ત્રીસમાં ટી20 મેચમાં 50 વિકેટ ઝડપી ભારતનો ઝડપી બોલર બન્યો છે. ત્યારે બાકી રહેતી બે ટી-ટ્વેન્ટી મેચ ભારત જીતી સિરીઝ પોતાના નામે અંકે કરવા માટે મેદાનમાં ઉતરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.