Abtak Media Google News

11 મહિના બાદ જસપ્રિત બુમરાહનો તરખાટ પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપી

આયર્લેન્ડ સામેની ત્રણ ટી20 મેચમાં ભારતે પ્રથમ ટી20 મેચમાં આયરલેન્ડને 2 રને હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમ 3 ટી20 મેચોની સીરિઝમાં 1-0થી આગળ થયું છે. ભારતીય ટીમને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવ્યા હતા. જે બાદ વરસાદ આવ્યો હતો. આ વરસાદ બાદ રમત ફરી શરૂ થઈ શકી નથી. જેથી ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ભારતીય ટીમને 2 રને વિજેતા જાહેર કરવામાં આવી છે.

Advertisement

ભારત અને આયરલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ મેચ માટે ટોસ ભારતે જીત્યો હતો. ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ડબલિનના ધ વિલેઝમાં રમાયેલા મેચમાં બંને ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાનું નૈતૃત્વ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, જ્યારે આયરલેન્ડનું નૈતૃત્વ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન પોલ સ્ટર્લિંગ કર્યું હતું. મેચની પ્રથમ ઓવરમાં જ બુમરાએ પોતાની ઘાતક બોલિંગ કરી આયર્લેન્ડના બે બેટ્સમેનોને પોવેલિયન પરત મોકલી દીધા હતા. 11 મહિના બાદ ઈઝા થી બહાર આવેલા બુમરાએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આયર્લેન્ડની ટીમ 20 ઓવરમાં 139 રન જ બનાવી શકી હતી અને પોતાની સાત વિકેટો ગુમાવી હતી જેમાં સર્વાધિક રવિ બિશ્નોઇ, જસપ્રીત બુમરા, પ્રસિદ્ધ ક્રિષ્નાએ 2-2 વિકેટ જ્યારે અર્શદીપસિંહે 1 વિકેટ ઝડપી હતી. આયર્લેન્ડ તરફથી બેરી મેક્કારથીએ 51 રન જયારે કર્તિસ ચેમ્પનરે 39 રન નોંધાવ્યા હતા.

આયરલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ રમવા માટે ટીમ ઈન્ડિયા અનેક યુવા ખેલાડીઓથી સજ્જ છે. આ સીરિઝમાં ભારતની એક અલગ ટીમ મોકલવામાં આવી છે. કારણ કે, મુખ્ય ટીમ એશિયા કપની તૈયારી કરી રહી છે. આયરલેન્ડ વિરુદ્ધ આજની મેચમાં આઇપીએલ સ્ટાર બેટ્સમેન રિંકૂ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ડેબ્યૂ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.