Abtak Media Google News

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની ઊંડાઈ જમીનની અંદર 120 કિલોમીટર હતી: સવારે 3:42 કલાકે આવેલા આંચકાથી ફફડાટ: જાન-માલને નુકસાન નહિ

ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. પંજાબના અમૃતસરમાં સોમવારે સવારે 3.42 કલાકે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની ઊંડાઈ જમીનની અંદર 120 કિલોમીટર હતી. અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

મહત્વનું છે કે, નેપાળમાં શનિવારે આવેલા 5.4ની તીવ્રતાના ભૂકંપના કારણે દિલ્હી અને એનસીઆરથી લઈને ઉત્તરાખંડ સુધી તેના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ ઉત્તરાખંડના પિથોરાગઢથી 101 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના બિજનૌર, મુઝફ્ફરનગર અને શામલી સહિત અન્ય જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ અગાઉ ઉત્તરાખંડમાં શનિવારે સાંજે 4:15 વાગ્યે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર પૌડી ગઢવાલ ક્ષેત્રમાં હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા અનુસાર, ઉત્તરાખંડ-નેપાળ સરહદને અડીને આવેલા હિમાલય વિસ્તારમાં 8 થી 12 નવેમ્બરની વચ્ચે વિવિધ તીવ્રતાના ઓછામાં ઓછા 8 ભૂકંપ આવ્યા છે. થૌરાગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર બીએસ મહારે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર નેપાળના સિલાંગ શહેરથી ત્રણ કિલોમીટર દૂર હતું, પરંતુ તેના આંચકા ભારત, ચીન અને નેપાળમાં અનુભવાયા હતા.

ધરતીકંપ પૃથ્વીની પ્લેટોના અથડામણને કારણે થાય છે. આપણે પૃથ્વીની રચનાને સમજવી પડશે. આખી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટો પર સ્થિત છે. તેની નીચે પ્રવાહી લાવા છે. આ પ્લેટો આ લાવા પર તરતી હોય છે અને તેમની અથડામણથી ઉર્જા બહાર આવે છે જેને ભૂકંપકહેવાય છે. તે જાણવું જોઈએ કે આ ગ્રહો ખૂબ જ ધીરે ધીરે ફરતા રહે છે. આ રીતે તેઓ દર વર્ષે તેમની જગ્યાએથી 4-5 મીમી ખસે છે. કેટલીક પ્લેટ બીજી પ્લેટની નજીક ખસે છે અને કેટલીક દૂર ખસે છે. આવી સ્થિતિમાં ક્યારેક તેઓ ટકરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.