Abtak Media Google News

દિલ્હી સહિત દેશના 7 રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા: નુકશાનીના કોઈ સમાચાર નહીં

નેપાળમાં સતત ધરા ધ્રુજવાની ઘટના સામે આવી રહી છે. ઉત્તર ભારતથી માંડી નેપાળ સુધીમાં અવાર નવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાઇ રહ્યા છે. હિમાલય પર્વતથી આચ્છાદિત વિસ્તારમાં અવાર નવાર ધરતીકંપથી ચિંતાના વાદળો ઘેરાયા છે. મંગળવારે મોડી રાતે પણ ભૂકંપના જોરદાર આંચકાથી ઉતર ભારતથી માંડી નેપાળ સુધીની જોરદાર ધરતીકંપ નોંધાયો છે.

મંગળવારે રાત્રે દિલ્લી સહિત દેશના 7 રાજ્યમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપનું એપિસેન્ટર નેપાળમાં હતું જ્યાં ભૂકંપની તીવ્રતા 6.3ની નોંધાઇ છે. ભૂકંપના જોરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્યું હતું. દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં એપિસેન્ટર હોવાથી અહીં 6ના મોત લોકોના મોત થયા છે.

બુધવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. અહીં ડોટી જિલ્લામાં મકાન ધરાશાયી થતાં મૃત્યુઆંક વધીને 6 થયો છે.નેપાળની સેનાને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં  પહોંચી ગઇ છે અને  બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.

ગઈકાલે રાત્રે 2 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા બાદ સવારે ફરીથી આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડના પિથોરાગઢમાં સવારે 6.27 કલાકે ફરીથી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી અને તેનું કેન્દ્ર નેપાળ હતું. આ પહેલા મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પિથોરાગઢ જિલ્લામાં રાત્રે 1.58 કલાકે 5 સેક્ધડ માટે ધરતી ડોલી થઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા.

નેપાળમાં ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 હતી. આ તીવ્રતા ઘણી વધારે હતી. નેપાળમાં આવેલા ભૂકંપમાં 6 લોકોના મોત થયા છે. નેપાળના ડોટી જિલ્લામાંથી ત્રણ લોકોના મોતના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના કારણે એક મકાન ધરાશાયી થતાં આ લોકોના મોત થયા છે. ડોટીમાં મકાન ધરાશાયી થવાથી 6 લોકોના મોત થયાનો અહેવાલ મળી રહ્યાં છે.

ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપના જોરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્યું હતું. દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 હતી. પાડોશી દેશ નેપાળમાં ભૂકંપનું કેન્દ્ર હતું. આ ભૂકંપ ગઈકાલે રાત્રે 1.57 વાગ્યે આવ્યો હતો અને નેપાળમાં આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. ભૂકંપના કારણે ચીનની ધરતી પણ ધ્રૂજી ગઈ હતી.

બુધવારે વહેલી સવારે નોંધાયેલો ભૂકંપનો આંચકો 24 કલાકમાં બીજો આંચકો હતો. નેપાળ સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે વહેલી સવારે પણ નેપાળમાં 4.5 બી તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું એપિસેન્ટર કાઠમાંડુથી ઉત્તર પૂર્વ તરફ 155 કિમીના અંતરે 100 કિમીની ઊંડાઈમાં હતું.

તે પૂર્વે 19 ઓક્ટોબરના રોજ નેપાળની રાજધાની કાઠમાંડુમાં 5.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ કાઠમાંડુથી પૂર્વે 53 કિમી અને 10 કિમીની ઊંડાઈએ હતો.

31મી જુલાઈના રોજ નેપાળમાં 6.0 ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો. જેનું કાઠમાંડુથી 143 કિમી પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ કેન્દ્ર બિંદુ હતું.

ન હોય… છેલ્લા 10 વર્ષમાં લગભગ પાંચ હજાર ભૂકંપના આંચકા નોંધાયા!!

છેલ્લા 10 વર્ષમાં લગભગ પાંચ હજાર ભૂકંપના આંચકા નોંધાયા છે. જો કે મોટા ભૂકંપને ટાળતા નાના ભૂકંપના આંચકા પ્રમાણમાં સારા કહી શકાય તેવું પ્રખ્યાત ભૂ-વિજ્ઞાની અને કુમાઉ યુનિવર્સિટીના પ્રોફેસર તેમજ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના મુખ્ય તપાસકર્તા પ્રો. ચારુચંદ્ર પંતનું કહેવું છે. એક રીતે સતત વધી રહેલા ભૂકંપના આંચકા જીવશ્રુષ્ટિ માટે અત્યંત ચિંતાજનક બાબત છે.

હિમાલય પર્વતમાં આવેલી મેઇન સેન્ટર થ્રસ્ટના દબાણથી  ભૂકંપના આંચકામાં સતત વધારો!!

મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના તપાસકર્તા પ્રોફેસર ચારુચંદ્ર પંતે જણાવ્યું છે કે, હાલનો ગ્રેટર હિમાલય એક સમયે પૃથ્વીથી 20 કિમી નીચે હતો. ધીરે ધીરે તે પૃથ્વીની સપાટી પર આવી અને આજે તે હિમાલયના રૂપમાં છે.  તેમણે કહ્યું કે હિમાલય દર વર્ષે એક સેમીની ઝડપે વધી રહ્યો છે. એમસીટી (મેઈન સેન્ટર થ્રસ્ટ)ના દબાણથી ઉત્પન્ન થતી ઉર્જાને કારણે ભૂકંપ પછી ભવિષ્યમાં આમાં વધુ વધારો થઈ શકે છે.પ્રો. પંતે કહ્યું કે 2500 કિમી લાંબી એમસીટી પાકિસ્તાનના નંગા પરબતથી ભારતના અરુણાચલના નમચા બરવા ક્ષેત્ર સુધી પસાર થાય છે.  જે મુખ્ય સેન્ટ્રલ થ્રસ્ટ તરીકે ઓળખાય છે, આ ફાટ કેટલાક ભાગોમાં વહેંચાયેલી છે અને તે ક્યાંક 50 થી 60 કિમી પહોળી છે. એમસીટી ઝોનમાં પણ ભૂકંપ વધુ આવે છે. તેમણે કહ્યું કે ભારતીય અને એશિયાઈ પ્લેટો વચ્ચેના દબાણમાં વધારો, એકબીજા સાથે અથડાઈને અને ઘર્ષણને કારણે ભૂકંપની ઘટના બની હશે. તેમણે વધુમાં કહ્યું કે, આ સામાન્ય રીતે નાના ધરતીકંપોમાં પરિણમે છે, જે સાધનો રેકોર્ડ કરે છે પરંતુ અનુભવાતા નથી. છેલ્લા 10 વર્ષમાં પાંચ હજાર ભૂકંપના આંચકા નોંધાયા છે.  નાના ધરતીકંપો સારા છે કારણ કે તે ઘણી ઊર્જા છોડે છે અને મોટા ધરતીકંપનો ભય ટળી જાય છે.  પરંતુ જો ઘર્ષણ વધારે હોય તો મોટા ભૂકંપની શક્યતા રહે છે. જો તેની ત્રિજ્યામાં રહેલા ખડકો નબળા હોય તો તે એકબીજા સાથે અથડાય છે અને એકબીજાની ઉપર ચઢી જાય છે, જેના કારણે ભૂકંપની તીવ્રતા વધે છે અને નુકસાન વધુ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.