Abtak Media Google News

ઓનલાઈન ગેમ રમાડતી કંપનીઓ જીએસટીની રડારમાં

જીએસટી દ્વારા તમામ 40 કંપનીઓને નોટિસ પાઠવવામાં આવશે

ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા વધવાની સાથે ટિનેજ અને યુવા વર્ગના લોકોમાં મોબાઇલ ડિવાઇસ પર ગેમ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. જેથી ઓનલાઇન ગેમ કંપનીઓને ભારતમાં મોકળુ મેદાન મળી રહ્યુ છે. જો કે તાજેતરમાં આવેલા એક અહેવાલે ઓનલાઇન ગેમિંગ કંપનીઓની ચિંતા વધારી દીધી છે. જેનું સૌથી મોટું કારણ એજ છે કે, જીએસટી કાઉન્સિલની 50મી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે, ઓનલાઈન ગેમિંગ અને હોર્ષ રેસિંગ પર હવે 28 ટકા જીએસટી વસુલવામાં આવશે.

Advertisement

૨૮ ટકા જીએસટી સ્લેબમાં મૂકવામાં આવતાજ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર ઊંચા કરવેરાનું દબાણ રહેશે કારણ કે તેમની ફીમાં જીએસટી સામેલ છે. અલબત્ત વપરાશકારો પાસેથી વસૂલવામાં આવલી પ્લેટફોર્મ ફીના માર્જિનને વધારીને ઉંચી જીએસટીની અસરને સરભર કરી શકાય છે. પરંતુ ઊંચી ફી નવા યુઝર્સની સંખ્યા વધારવા પર પ્રતિકૂળ અસર કરી શકે છે. પ્લેટફોર્મ ફી સામાન્ય રીતે એક નાની રકમ હોય છે.

ડિરોક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈંટેજિલેંસએ 40 ઓનલાઈન ગેમિંગ કંપનીઓને જીએસટી નોટિસ બજાવશે તેવી સ્પષ્ટતા થઈ ચૂકી છે. જેનું મુખ્ય કારણ એજ છે કે, આ 40 કંપનીઓ પર 10 હજાર કરોડ રૂપિયા નહીં ચૂકવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.   સાથો-સાથ ગેમ્સક્રાફ્ટ કંપનીના કેસના ચુકાદા સામે કેન્દ્ર સરકાર સુપ્રીમમાં અપીલ ફાઇલ કરશે.  ડીજીજીઆઈએ બેંગલુરુ બેસ્ડ ઓનલાઈન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડને 21,000 કરોડ રૂપિયાના બાકી ટેક્સની નોટિસ મોકલી હતી.

ગેમ્સક્રાફ્ટ કંપની પર 21,000 કરોડ રૂપિયાનું જીએસટી નહીં ચુકવવાનો આરોપ છે અને આ કારણ બતાઓ નોટિસ 2017થી 30 જૂન 2022ના સમયે આપવામાં આવી છે. ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ પર કાર્ડ, કૈઝ્યૂઅલ અને રમી કલચર જેવી ફેંટેસી ગેમ્સ દ્વારા ઓનલાઈન બેટીંગને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. તુજ નહીં જીએસટી કાઉન્સિલ ના નિર્ણય બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ એક્સિસ એન્ડ કસ્ટમ એ દરેક પેન્ડિંગ કેસ જે કોર્ટમાં છે તેને આ અંગે સૂચિત કરશે અને આ કામગીરીના ભાગરૂપે સર્વ પ્રથમ 40 ઓનલાઈન કંપની ઉપર એક્શન લેશે. ગેમ્સ ક્રાફ્ટ કંપનીએ જણાવ્યું છે કે તેમના દ્વારા જે ગેમ રમાડવામાં આવે છે તે કૌશલ્યને ઉજાગર કરે છે માટે આ ગેમ ઉપર 28 ટકા નહીં પરંતુ 18 ટકા જીએસટી હોવો જોઈએ.

જીએસટી કાઉન્સિલ ની કોઈ પૂરતી સૂચના ન હોવાના કારણે કેન્દ્ર સરકારે ગેમ્સ ક્રાફ્ટ કંપની અંગેની અપીલ સુપ્રીમમાં દાખલ કરી નથી પરંતુ હવે જ્યારે જીએસટી કાઉન્સિલે સ્પષ્ટતા કરી છે કે ઓનલાઈન ગેમિંગ કંપની અને હોર્સ રેસિંગ પર 28% જીએસટી વસૂલવામાં આવશે ત્યારે ગેમિંગ ઉદ્યોગને ઘણી માઠી અસરનો સામનો પણ કરવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.