Abtak Media Google News

દેશમાં એપ્રિલ-2023 સુધીના પાંચ વર્ષમાં જીએસટી રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં 65 ટકાનો વધારો નોંધાયો છે. આ સંખ્યા હવે વધીને 1 કરોડ 13 લાખ થઈ ગઈ છે. આમ, કર ચૂકવણીમાં ઘણો સુધારો આવ્યો છે, એમ કેન્દ્રીય નાણાં મંત્રાલયે કહ્યું છે.

વધુ નોંધનીય બાબત એ છે કે જીએસટી હેઠળ રજિસ્ટર થયેલા સક્રિય કરદાતાઓની સંખ્યા પણ વધી છે. 2018ના એપ્રિલમાં તે સંખ્યા 1.06 કરોડ હતી, જે હવે 1.40 કરોડ થઈ છે. 90 ટકા લાયક કરદાતાઓ જીએસ્ત3બી રિટર્ન ફાઈલ કરી રહ્યા છે. આ આંકડો 2017-18માં 68 ટકા હતો, જે વર્ષથી જીએસટી કાયદો લાગુ કરાયો હતો. જીએસટી નિયમો અને પ્રક્રિયાને સરળ બનાવાયા તે પછી રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા વધી છે.

જીએસટી કાયદો સરળ બનતા એપ્રિલ 2023ની સ્થિતિએ 1.13 કરોડ લોકો જીએસટી રિટર્ન ભરી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, 2017ની 1 જુલાઈથી દેશભરમાં ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ કરાયો હતો. તેમાં એક્સાઈઝ, સર્વિસ ટેક્સ, વેટ જેવા ડઝનબંધ સ્થાનિક વેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જીએસટી નિયમો અને પ્રક્રિયા બનાવવાના કારણે લોકોમાં રિટર્ન ફાઈલ કરવાનો ઉત્સાહ વધ્યો છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ફાઈલિંગ મહિનાના અંત સુધીમાં 90 ટકા પાત્ર કરદાતાઓ જીએસટીઆર-3બી રિટર્ન ભરી રહ્યા છે. જીએસટી લાગુ કરાયા પહેલા વર્ષ 2017-18માં આ આંકડો 68 ટકા હતો. તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સિતારામને લોકસભામાં ડેટા જાહેર કરવાની સાથે ખુશી વ્યક્ત કરી હતી.

એક જુલાઈ 2017માં જીએસટીનો અમલ શરૂ કરાયો હતો. જેમાં  એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, વેટ જેવા એક ડઝનથી વધુ સ્થાનિક કરનો સમાવેશ કરાયો હતો. જીએસટીઆર-3બી ફાઈનલ કરનારા કરદાતાઓની સંખ્યા એપ્રિલ-2018માં 72.49 લાખથી વધીને એપ્રિલ-2023 સુધીમાં 1.13 કરોડ પર પહોંચી ગઈ છે. નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડને પાર પહોચ્યું છે જે સતત 6 વર્શથી વધુ છે.

કરોડનું ટર્નઓવર ધરાવતા વ્યપરીઓએ વર્ષીય રિટર્ન ભરવા માંથી મુક્તિ : નહિ ભરવું પડે જીએસટીઆર-9 ફોર્મ

કેન્દ્ર સરકારે નાના દુકાનદારોને મોટી રાહત આપી છે. નાણા મંત્રાલયે જીએસટી રિટર્ન ભરનારા નાના વેપારીઓઓને જીએસટીઆર-9 ફાઈલ કરવામાંથી મુક્તી આપી છે. 2 કરોડ રૂપિયા સુધીનો કારોબાર કરનાર નાના વેપારીઓએ આ ફોર્મ ફાઈલ કરવું પડે છે, જેમાં તેમણે વાર્ષિક રિટર્ન ફાઈલ કરવું પડતું હતું. હવે નાના વેપારીઓને આ ફોર્મ ભરવામાંથી મુક્તિ મળી ગઈ છે. સરકાર વ્યપરીઓનેને સાનુકૂળતા રહે તે માટે દરેક પગલાં લઈ રહી છે. જેના ભાગ રૂપે જ સરકારે 2 કરોડ સુધીનું ટર્નઓવર પર વાર્ષિક રિટર્ન માંથી મુક્તિ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.