Abtak Media Google News

દિવાળી, ધનતેરસ, છઠ અને લગ્ન સિઝનને કારણે નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનમાં મોટો ઉછાળો આવ્યો છે. નવેમ્બર 2024માં જીએસટી કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 15 ટકા વધુ છે. જોકે, ઓક્ટોબર 2023ની સરખામણીએ નવેમ્બરમાં જીએસટી કલેક્શનમાં ઘટાડો થયો છે. ઓક્ટોબર મહિનામાં જીએસટી કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા હતું.

ગત વર્ષની સરખામણીમાં 15 ટકાનો વધારો : ઓડિટ અને ઈનવેસ્ટીગેશનની કામગીરી રંગ લાવી

નાણા મંત્રાલયે જીએસટી કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ નવેમ્બર 2023માં કુલ જીએસટી કલેક્શન રૂ. 1,67,929 કરોડ રહ્યું છે, જે ઓક્ટોબરના અગાઉના મહિનામાં રૂ. 1,72,003 કરોડ હતું. ડેટા અનુસાર, સેન્ટ્રલ જીએસટી  રૂ. 30,420 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 38,226 કરોડ, ઇન્તિગ્રેટેડ જીએસટી રૂ. 87,009 કરોડ હતો. ગયા મહિને ઇન્તિગ્રેટેડ કલેક્શન રૂ. 91,315 કરોડ હતું. જ્યારે સેસનું કલેક્શન રૂ. 12,274 કરોડ થયું છે, જેમાંથી રૂ. 1036 કરોડ આયાતી માલ પર એકત્ર થયા છે.

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નવેમ્બર 2022ની સરખામણીમાં નવેમ્બર 2023માં જીએસટી કલેક્શનમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં આ છઠ્ઠી વખત છે જ્યારે જીએસટી કલેક્શન રૂ. 1.60 લાખ કરોડથી વધુ થયું છે. નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલથી નવેમ્બર મહિના દરમિયાન કુલ જીએસટી કલેક્શન 11.9 ટકા વધીને 13,32,440 કરોડ રૂપિયા થઈ ગયું છે જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કુલ જીએસટી કલેક્શન 11,90,920 કરોડ રૂપિયા હતું. આ આઠ મહિનામાં સરેરાશ જીએસટી કલેક્શન દર મહિને 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે 2022-23ના સમાન સમયગાળામાં સરેરાશ રૂ. 1.49 લાખ કરોડ હતી.આ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન રૂ. 1,87,035 કરોડ હતું, જે વિક્રમજનક છે. આ પછી મે અને સપ્ટેમ્બર વચ્ચે થોડો ઘટાડો થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.