Abtak Media Google News

કોર્પોરેશનના ચોપડે ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં અકલ્પનિય ઘટાડો: મચ્છરની ઉત્પતિ સબબ 1057 આસામીઓને નોટીસ

કોર્પોરેશનના ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં અકલ્પનિય ઘટાડો નોંધાયો છે. બીજી તરફ છેલ્લાં એક સપ્તાહ દરમિયાન શહેરમાં તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના 411 કેસ નોંધાયા છે. 292 લોકો શ્ર્વાનનો શિકાર બન્યાં છે. મચ્છરોની ઉત્પતિ સબબ 1057 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે ડેન્ગ્યૂ તાવના 4 કેસ, મેલેરિયાનનું 1 કેસ અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે.

શરદી-ઉધરસના 206 કેસ, સામાન્ય તાવના 156 કેસ, ઝાડા-ઉલ્ટીના 48 કેસ, ટાઇફોઇડ તાવના 1 કેસ અને ડોગ બાઇટના 292 કેસો નોંધાયા છે.

છેલ્લાં એક સપ્તાહ દરમ્યાન મચ્છરોની ઉત્પતિ રોકવા માટે 16060 પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 2660 ઘરો ફોગીંગ કરવામાં આવ્યું હતું. મચ્છરની ઉત્પતિ સબબ 1057 આસામીઓને નોટીસ ફટકારી રૂા.3650નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.