Abtak Media Google News

સવારથી અનેકવિધ વિસ્તારને વીજકર્મીઓએ ધમરોળ્યા : લાખોની વીજચોરી પકડાશે

શહેરના મવડી રોડ, વાવડી અને ખોખળદડમાં વીજ તંત્રની 44 ટીમોએ દરોડા પાડ્યા છે. જેમાં સવારથી અનેકવિધ વિસ્તારને વીજકર્મીઓએ ધમરોળ્યા છે. આ દરોડામાં લાખોની વીજચોરી પકડાશે.

વિજતંત્ર દ્વારા આજે રાજકોટ શહેર ડિવિઝન-3 હેઠળ આવતા વાવડી અર્બન, ખોખડદળ અને મવડી રોડ સબ ડિવિઝનમાં દરોડા પાડ્યા છે. જેમાં 44 જેટલી ટિમો જોડાઈ હતી. આ ડ્રાઇવ અંતર્ગત ધર્મજીવન ફિડર હેઠળના નારાયણનગર, સીતારામ સોસાયટી, મચ્છોનગર, હરિદ્વાર સોસાયટી, હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર, ખોખળદડ જ્યોતિગ્રામ ફિડર હેઠળ ખોખળદડ ગામ, શીતળાધાર, ભવનાથ ફિડર હેઠળના જડેશ્વર વેલનાથ, સીધરા સોસાયટી, ચામુંડા ફિડર હેઠળ આંબેડકરનગર અને ખોડિયારનગર વગેરે વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરાયુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.