Abtak Media Google News

પેપ્સી-કોલા ખાધા બાદ બાળકોનું આરોગ્ય કથળે તેવા પદાર્થોની કરાતી હતી ભેળસેળ સેકરીન, આબાદ ફ્લેવર્ડ જ્યુસ અને આબાદ પીસ્તા ફ્લેવર્ડ પેપ્સીનો નમૂનો લેવાયો

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના આજી ડેમ ચોકડી પાસે દીન દયાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા આબાદ ગૃહ ઉદ્યોગમાં દરોડો પાડવામાં આવ્યા હતા. અહીં પેપ્સી કોલા પાઉચનું ઉત્પાદન કરવામાં આવતું હતું. સ્થળ પર ચેકીંગ દરમિયાન મળી આવેલા 47,490 પાઉચના જથ્થાનો નાશ કરી સેકરીન ઉપરાંત આબાદ ફ્લેવર્ડ જ્યુસ અને આબાદ પીસ્તા ફ્લેવર્ડ પેપ્સીનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે.

ચોક્કસ ફરિયાદના આધારે આજે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણી સહિતની ટીમ આજી ડેમ ચોકડી પાસે દીન દયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા શેરી નં.8 કોર્નર પર તુર્કી બાપુની દરગાહ પાછળ આવેલી આબાદ ગૃહ ઉદ્યોગમાં ત્રાટક્યા હતા. અહીં વિવિધ પ્રકારના કાર્બોનેનેડ અને નોન કાર્બોનેનેડ બેવરજીસનું તથા પ્લાસ્ટીક પાઉચમાં પેપ્સી કોલા ભરી લીક્વીડનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જેને બનાવવા માટે સેકરીનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું માલૂમ પડ્યું હતું. સ્થળ પર પેકીંગની તપાસણી કરવામાં આવતા તેના પર કોઇ જ લેબલ લગાવવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત એક્સપાયરી ડેઇટ કે ફૂડ લાયસન્સ નંબર પણ છાપવામાં આવ્યા ન હતા. પેકીંગ માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકના પાઉચ પણ નોનફૂડ ગ્રેડ પાઉચ હોવાનું માલૂમ પડ્યું0 હતું.

ચેકીંગ દરમિયાન બ્લૂ બેરી ફ્લેવરના 4800 નંગ, પીસ્તા ફ્લેવરના 1500 નંગ, મેંગો ફ્લેવરના 7200 નંગ, ઓરેન્જ ફ્લેવરના 7200 નંગ, ગુલાબ ફ્લેવરના 4560 નંગ, કાચી કેરી ફ્લેવરના 4560 નંગ, કાલાખટ્ટા ફ્લેવરના 3840 નંગ, લીંમકા ફ્લેવરના 4800 નંગ, જીરા મસાલા ફ્લેવરના 5280 નંગ, મેંગો ફ્લેવરના 2250 સહિત 48,490 પાઉચનો નાશ કરવામાં આવ્યો હતો. જેનો અંદાજીત જથ્થો 2250 લીટર જેવો થાય છે. પેપ્સી કોલાનું ઉત્પાદન કરનાર ઇસ્માઇલભાઇ ગફારભાઇ લાખાણીએ પણ સ્વિકાર કર્યો હતો કે ઉત્પાદન માટે સેકરીનનો ઉપયોગ કરવામાં આવે છે. સોલીડ વેસ્ટ વિભાગના વાહનને સ્થળ પર બોલાવી તમામ પાઉચનો નાશ કરવામાં આવ્યો હતો અને ફૂડ લાયસન્સ મેળવવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત આબાદ ગૃહ ઉદ્યોગમાંથી લૂઝ સેકરીયન, આબાદ ફ્લેવર જ્યુસ અને આબા પીસ્તા ફ્લેવર્ડ પેપ્સીનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.