Abtak Media Google News

વિભાજનમાં વિસ્થાપીત થયેલા લાખો પરિવારના સહનશીલતા, સંઘર્ષ અને બલિદાનની પ્રદર્શની યોજાઇ

ભારતના ઈતિહાસમાં સૌથી કરૂણ અને આખા વિશ્ર્વને હચમચાવી નાખતી નરસંહાર ઘટનાએ ભારત-પાકિસ્તાનના વિભાજન સમયે, નફરત અને હિંસાને કારણે લાખો પરિવારોને વિસ્થાપિત થવું પડ્યું અને અકલ્પનીય હિંસાનો ભોગ જે બહેનો બની છે તેનો શબ્દમાં વર્ણન અશક્ય છે અને હજારોની સંખ્યામાં નિર્દોષ બાળકો અને બુજુર્ગો યાતના વેઠી અને દેશનું માનવધનને જીવ પણ ગુમાવવો પડ્યો હતો. તે સમયની હકીકતોને યાદ કરીને રાજકોટ જીલ્લા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા તથા રવિભાઈ માંકડિયાની ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ,ગોંડલ ખાતે એક પ્રદર્શની બાદ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ તેમજ જીલ્લાના હોદ્દેદારો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, મંડલના પ્રભારીઓ, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યઓ તેમજ જીલ્લા તેમજ મંડલના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.સંવાદ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ભારતીય જનતા પક્ષ દ્વારા દેશમાં વિભાજનમાં વિસ્થાપીત થયેલા અને જીવ ગુમાવનાર આપણા લાખો ભાઈ-બહેનોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણી ભારતીય જનતા પાર્ટી દ્વારા તા.14 ઓગષ્ટને વિભાજન વિભીષિકા સ્મારક દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઈતિહાસમાં 14મી ઓગસ્ટની તારીખને અત્યંત દુખ સાથે યાદ કરવામાં આવે છે. 14મી ઓગસ્ટના રોજ પાકિસ્તાનને અને 15મી ઓગસ્ટના રોજ ભારતને એક સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. દેશના વિભાજન વખતે લગભગ 90 લાખ શરણાર્થી પંજાબથી પાકિસ્તાન ગયા હતા અને વિભાજનના ત્રણ વર્ષ સુધી ઉત્તરપ્રદેશથી ચાર હજાર મુસ્લિમો દરરોજ પાકિસ્તાન જનારી ટ્રેનમાં બેસીને જતા હતા.

Advertisement

વિભાજન વખતે લગભગ 13 લાખ લોકો માર્યા ગયા હતા. આ સિવાય 1.5 કરોડ લોકોનું વિસ્થાપન થયુ હતુ

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.