2025 સુધીમાં 5 ટ્રીલીયન ઈકોનોમી દ્વારા માથાદીઠ આવક ડબલ કરવાનું લક્ષ્ય સિદ્ધ કરાશે: પુરી

સરકારની આર્થિક નીતિ અને આયોજનની સાથે-સાથે સંજોગો નો સાથ મળશે તો 2030 સુધીમાં ભારતનું અર્થતંત્ર 10 ટ્રિલિયન અમેરિકન ડોલરનું કદ પ્રાપ્ત કરીને આર્થિક મહાસત્તા બની જશે

વિશ્વની સૌથી મોટી લોકશાહી નુમાન ધરાવતા ભારત ને હવે આર્થિક મહાસત્તા બનાવવા તરફ મક્કમ પગલે આગળ વધી રહેલી સરકારના પ્રયાસો હવે પરિણામદાયી બનતા દેખાઈ રહ્યા છે

દેશના અર્થતંત્રને પાંચ  ટ્રિલિયન અમેરિકન ડોલર નું કદ આપવાની કવાયત નું લક્ષ્ય પૂરું થતાંની સાથે જ દરેક ભારતીય નાગરિકની આવક દેવડી થી પણ વધુ થઈ જશે 2025 સુધીમાં 5 ટ્રિલિયન અમેરિકન ડોલરનું લક્ષ્યાંક ભારતના નાગરિકો માટે પણ  શુકનવંતુ સાબિત થશે 75માં સ્વાતંત્ર પર્વ ના સમારોહમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી જણાવ્યું હતું કે દેશની 2.9 ટ્રિલિયન અમેરિકન ડોલર વ્યવસ્થા અને કોરોના ના કારણે અત્યારે વ્યક્તિગત આવક વૃદ્ધિ ભલે ઓછી હોય પરંતુ જ્યારે પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલર નુ લક્ષ્ય સિદ્ધ થઈ જશે ત્યારે દરેક ભારતીયની આવક ડબલ થી પણ વધુ થઈ જશે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિ અને સતત આર્થિક સુધારાઓને કારણે અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલર કદ આપવાનું લક્ષ્ય આગામી ચાર વર્ષમાં જ પૂરું થઈ જશે તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતનું અર્થતંત્ર આગામી2030માં 10 ટ્રીલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી જશે જો આજ રીતે આર્થિક સુધારાનો દોર અને સાનુકૂળ વાતાવરણ અને કુદરત સાથ આપશે તો આર્થિક મહાસત્તા બનતા ભારત અને કોઈ રોકી નહીં શકે

જોયેલા સપના સિદ્ધ કરવા માટે સરકારે આયોજન બદ્ધ રીતે કામ શરૂ કરી દીધું છે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આત્મનિર્ભર ભારત ને લઈને અગાઉ ક્યારેય યુવાપેઢીને તકો મળી ન હતી તેવી તકો અત્યારે ઉપલબ્ધ કરવામાં આવી છે, 2025 સુધીમાં પ ટ્રિલિયન ડોલર ના અર્થતંત્ર દ્વારા માથાદીઠ આવક ડબલ કરવાના સરકારના લક્ષ્યમાં આત્મનિર્ભર ભારત નું એક આગવું યોગદાન રહેશે અગાઉ માત્ર સપના જોવામાં આવતા હતા પરંતુ અત્યારે દરેક યુવા સાહસિકને પોતાના પગ પર ઊભા થવાની પૂરેપૂરી તક ઊભી કરવામાં આવી રહી છે પોતાના ધંધા-રોજગાર અને પોતાના કૌશલ્ય નો ઉપયોગ કરવાની યુવાપેઢીને તક આપવામાં આવી રહી છે તમે કોઈપણ સાહસ કે તમારો ઉત્પાદન તમારો ધંધો અને તમારું કારખાનું કરી શકો છો, ભારત સરકારના આત્મનિર્ભર અભિયાન થકી અર્થતંત્રને પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલર નું કદ આપવાનું લક્ષ્ય સિદ્ધ થશે અને સાથે સાથે દરેક ભારતીય નાગરિકની આવક બમણી થઈ જશે અને 2030સુધીમાં ભારત વિશ્વની એક વિશિષ્ટ ઓળખ ધરાવતી આર્થિક મહાસત્તા સાથે 10 ટ્રીલિયન અમેરિકન ડોલર નું કદ પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ હરદીપસિંહ પુરી એ વ્યક્ત કર્યો હતો.