Abtak Media Google News

મિંડાઓના આયલેન્ડના તટીય ક્ષેત્રમાં ભૂકંપ બાદ આફટર શોકસ આવવાની શકયતા

ફિલીપાઇન્સમાં મિંડાનાઓ દ્રીપના તટીય ક્ષેત્રમાં વહેલી સવારે ભૂકંપના શકિતશાળી ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૬.૮ માપવામાં આવી છે. ભૂકંપ બાદ એજન્સીએ સુનામીની લહેરી ઇન્ડોનેશિયા સુધી પહોચવાની ચેતવણી આપી હતી. જો કે ત્યારબાદ આ ચેતવણી રદ કરાઇ હતી.

શ‚આતમાં પ્રશાંત ક્ષેત્ર સુનામી ચેતવણી કેન્દ્રએ આશંકા દાખવી હતી કે સુનામીની ખતરનાક લહેરો ભૂકંપના કેન્દ્રથી ૩૦૦ કીલોમીટર (૧૦૦ માઇલ) સુધી દુર જઇ શકે છે. ફીલીપાઇન્સની ઇન્સ્ટીટયુટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસમોલોજીના મતાનુસાર આ ભૂકંપ બાદ ઓફટર શોકસ આવી શકેછે. આ ભૂકંપ સારાંગણીના સાઉથ વેસ્ટમાં ૫૭ કી.મી. ઉડાઇએ આવ્યો હતો. મિંડાનાઓ આયલેન્ડ આર્કીપેલાગોનો સૌથી મોટો આયલેન્ડ ગણવામાં આવે છે.

યુએસ જીયોલોજીકલ સર્વે અનુસાર, ભૂકંપની તીવ્રતા ૭.૨ માપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તીવ્રતા ધટીને ૬.૮ થઇ ગઇ હતી. જો કે, ોકઇ નુકશાન કે જાનહાનીના સમાચાર મળી આવ્યા નથી. સારાંગણી જેનેટ બોંગોલને કહ્યું કે, ભૂકંપના ઝટકા અનુભવાના લોકોઘરની બહાર દોડી આવ્યા હતા. દોડધામ મચી જતાં લોકોમાં ભય પ્રસરી ગયો હતો. તેણે રેડીયો ઇન્ટરવ્યુમાં જણાવતાં કહ્યું હતું કે, તે ખુબ જ શકિતશાળી ભૂકંપ હતો. સુનાની આવવાના કોઇ સમાચાર નથી પરંતુ આ ભૂકંપ બાદ આફટર શોકસ આવી શકે છે.

જણાવી દઇએ કે, ફિલીપાઇન્સ રીંગ ઓફ ફાયર ઉપર સ્થિત છે આ એક વિશાળ પ્રશાંત મહાસાગર ક્ષેત્ર છે જયાં ભૂકંપ અને જવાળામુખી વિસ્ફોટ અવાર નવાર થતાં રહે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.