Abtak Media Google News

મવડીમાં પુત્રવધૂની છેડતી બાબતે ટપારનાર વૃદ્ધને લમધાર્યા: હડાળા પાસે મહિલાને માર માર્યો

શહેરમાં તાપમાનનો પારો વધતાં જાણે શહેરીજનોનો મગજનો પારો પણ ચડતો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં જુદા જુદા છ સ્થળોએ મારામારીના છ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં બે મહિલા સહિત છ લોકોને ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડીમાં રામધણ મહાદેવ મંદિર પાસે રહેતા અને રમકડાં વેચી પરિવારનું ગુજરાન ચલાવતા જીકુભાઈ ધગાભાઈ વાઘેલા નામના 65 વર્ષીય વૃદ્ધને સોયેલ સામજી, શામજી મગરામ, રમાં સગરામ અને ગટુ કિશન નામના શખ્સોએ ધોકાથી માર માર્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં જીકુભાઈની પુત્રવધૂને સોંયેલ હેરાન કરતો હોય જે બાબતે ટપારવા ગયેલા વૃદ્ધને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે.તો અન્ય બનાવોમાં હડાળા ગામમાં રહેતા રેખાબેન કેશુભાઈ વાઘેલા નામના 45 વર્ષીય મહિલાને નિલેશ મકવાણા સહિતના શખ્સોએ ધોકાથી માર માર્યો હોવાનુ જણાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો અન્ય બનાવમાં ગોંડલ રોડ પર આવકાર સિટીમાં રહેતા અસ્મિતાબેન જીતેન્દ્રભાઇ મકવાણા નામના 37 વર્ષના મહિલા પર મુકેશ, પાર્થ, રીના સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો.

આણંદપરના દોલુભાઈ ગગજીભાઇ સોલંકી નામના 60 વર્ષીય વૃદ્ધ પર ઘર પાસે મહેબૂબ સહિતના શખ્સોએ લાકડીથી માર મારતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કુબ્લીયાપરા રહેતા કલ્પેશભાઈ કનુભાઈ સોલંકી નામના 36 વર્ષીય યુવાન પર પ્રકાશ નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત આખરી બનાવમાં ઢેબર કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા રાજુ પટેલ નામના 32 વર્ષીય યુવાનને કેનાલ રોડ જોકર ગાઠીયા પાસે અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.