Abtak Media Google News

વોર્ડ નં.1 તથા 10માં બગીચામાં નાના ભુલકા માટે સાપસીડી બનાવવાની કામગીરી પૂર્ણ

રાજકોટ મહાનગરપાલિકા – વેસ્ટ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નં.-1માં હરસિધ્ધિધામ સોસાયટી પાસે આવેલા  બગીચામાં અને  વોર્ડ નં.-10માં પુષ્કરધામ મેઇન રોડ પર શિવ-શકિત સોસાયટી પાસે આવેલ બગીચામાં નાના ભુલકાઓને બગીચામાં રમત-ગમતની સાથે એક અલગ જ પ્રકારની રમતનો અનુભવ પ્રાપ્ત થાય તે હેતુસર સાપસીડી બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ કામો થવાથી વોર્ડ નં.-1નાં ધરમનગર આવાસ, ધરમનગર, ઋષિવાટીકા, શિવમ પાર્ક, ધર્મરાજ પાર્ક, રાધિકા પાર્ક તથા વોર્ડ નં.-10નાં શિવ-શકિત સોસાયટી, આલાપ એવન્યુ સોસાયટી, તોરલ પાર્ક, શિવધામ સોસાયટી, વિમલનગર, નંદિ પાર્ક, પુષ્કરધામ સોસાયટી, ક્રિષ્ના પાર્ક, વિગેરે લગત વિસ્તારોનાં નાના-નાના ભુલકાઓને ઉકત બગીચામાં સાપસીડી રમતની સુવિધાનો લાભ પ્રાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.