Abtak Media Google News

૧૦ અને ૧૨મા ધોરણના છ વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્ધડરી એજ્યૂકેશન (સીબીએસઇ)ની પરીક્ષાના રાબેતામુજબના સમયે ભારત વતી વિવિધ આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓમાં ભાગ લેવા ગયા હોવાથી એ પરીક્ષા નહોતા આપી શક્યા, પરંતુ હવે પહેલી જ વખત લેવામાં આવેલા નિર્ણય મુજબ આ છ સ્ટુડન્ટ્સની ખાસ વ્યવસ્થા હેઠળ તેમની સીબીએસઇની પરીક્ષા લેવામાં આવી છે. આ છ માંથી ચાર ઍથ્લેટો પોતાની હરીફાઈમાં મેડલ જીત્યા હતા.

આ છ વિદ્યાર્થીઓમાં ખાસ કરીને અનિશ ભંવલાનો સમાવેશ છે. તે તાજેતરની કૉમનવેલ્થ ગેમ્સમાં પચીસ મીટરના વર્ગમાં રૅપિડ ફાયર પિસ્તોલની હરીફાઈનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિજયવાડા-સ્થિત કે. વેન્કટાતાદરીને તીરંદાજીની સાઉથ એશિયન ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મળ્યો હતો. એ ઉપરાંત, પટિયાલાની સેહાજપ્રીત પણ તીરંદાજીમાં સિલ્વર મેડલ અને દિલ્હીની રેખા વ્હીલચેર બાસ્કેટબૉલ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી હતી. સુરતના ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે અને લખનઊની અમોલિકા સિંહે અનુક્રમે ટેબલ ટેનિસ તથા બૅડ્મિન્ટનની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો.

સચિન તેન્ડુલકરે ૯થી ૧૨મા સુધીના વિદ્યાર્થીઓ માટે દરરોજ સ્પોર્ટ્સના પિરિયડ રાખવાના બોર્ડના પગલાંને આવકારતાં એવી ભલામણ કરી હતી કે આ નવી ખેલકૂદ નીતિ તમામ વર્ગોના વિદ્યાર્થીઓ માટે અમલી બનાવવી જોઈએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.