Abtak Media Google News

હવે નીટની પરીક્ષા ૨૫ વર્ષથી વધુ વયના છાત્રો પણ આપી શકશે: પરીક્ષા ફોર્મની તારીખ ૫ એપ્રિલ સુધી વધારાઈ

સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ આપતા કહ્યું કે, હવે એઆઈપીએમટી/નીટની પરીક્ષા ૨૫ વર્ષથી વધુ વયના છાત્રો પણ આપી શકશે. સુપ્રીમે નીટની પરિક્ષા માટેની વયમર્યાદા હટાવી દીધી છે. આ નિર્ણયની સાથે નીટ પરીક્ષાનું ફોર્મ ભરાવાની તારીખ પણ વધારીને ૫ એપ્રિલ સુધી કરાઈ છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પરિક્ષા દેનારા વિદ્યાર્થીઓ માટે મોટી રાહત‚પ ગણવામાં આવી રહ્યો છે. આ અગાઉ યુજીસીની મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે નીટ પરીક્ષા માટે સામાન્ય શ્રેણીમાં ૧૭ થી ૨૫ વર્ષની વય ધરાવતા ઉમેદવારો જ યોગ્ય ગણાશે. જયારે આરક્ષિત શ્રેણીમાં ૩૦ વર્ષની વય સુધી છુટુ હતી. આ ઉપરાંત, વર્ષ ૨૦૧૩થી ત્રણવાર પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓ પર પણ રોક લગાવી દીધી હતી. વેબસાઈટ ઉપર નોટિફિકેશન અને ફોર્મ આવ્યા બાદ વધુ વિદ્યાર્થીઓને આ અંગે માહિતી મળી અને ત્યારબાદ આ નિર્ણયના વિરોધમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કર્યા હતા.

હવે, સુપ્રીમના તાજેતરના નિર્ણય બાદ ૨૫ વર્ષથી વધુ વયના છાત્રો નીટ પરીક્ષા આપી શકશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં રાજય અને કેન્દ્ર સરકારના મેડીકલ કોલેજોમાં પ્રવેશ હવે, નીટ પરીક્ષાના માધ્યમથી થાય છે. એમ્સ અને પોડુંચેરીના જવાહરલાલ ઈન્સ્ટીટયુટ ઓફ પોસ્ટ ગ્રેજયુએશન મેડીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ (જેઆઈપીએમઈઆર) ઉપરાંત, કોઈ પણ કોલેજમાં પ્રવેશ માટે નીટની પરિક્ષા અનિવાર્ય છે. એમ્સમાં હાલ ૭૫૦ સીટો છે. જયારે જેઆઈપીએમઈઆરમાં ૨૦૦ સીંટો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.