હેડ માસ્તરની પરીક્ષામાં ભૂલ સુધારવાના પરીક્ષા બોર્ડના આદેશથી ઉમેદવારો મુંઝાયા

exam | education
exam | education

પીટીસી અને એચ.ટી.એ.ટી. સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ, સર્ટિફિકેટ ની ભૂલ સુધારવા હવે એફીડેવિટ કરવું પડશે

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી એચ-ટાટ, પીટીસી સહિતને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ ભરવામાં જો કોઇ વિર્દ્યાીઓ ભૂલ કરે તો તેઓ સુધારવા માટે બોર્ડ સમક્ષ જતાં હોય છે. બોર્ડ દ્વારા આ ભૂલ તાત્કાલિક સુધારી આપવામાં આવતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાય વખતી વિર્દ્યાીઓની કોઇ ભૂલ ાય તો તેને સુધારવાના બદલે એફિડેવિટ કરાવવાની સૂચના આપવામાં આવે છે. બોર્ડના આ નિર્ણયના કારણે વિર્દ્યાીઓએ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કર્યા પછી નોકરી મળે ત્યારી લઇને નિવૃત્ત ાય ત્યાં સુધી પોતાના સર્ટિફિકેટની સો એફિડેવિટ પણ રાખવી પડે છે. આ પ્રકારની કાર્યવાહીના કારણે ઉમેદવારો સામે જે તે સંસ દ્વારા બિનજરૂરી શંકાઓ ઊભી તી હોવાની વિગતો બહાર આવી છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓમાં કોઇ વિર્દ્યાી ઓનલાઇન ફોર્મ ભરવામાં ભૂલ કરે અવા તો સ્પેલિંગમાં કોઇ ભૂલ ાય, માર્કશીટમાં ભૂલ ાય, વિષયમાં ભૂલ ાય તો વિર્દ્યાીઓ બોર્ડ સમક્ષ આ ભૂલ સુધારવા માટે દરખાસ્ત કરતાં હોય છે. રૂબરૂમાં ભૂલ સુધારવા આવેલા વિર્દ્યાીઓને ત્રણી ચાર કલાકના સમયમાં ભૂલ સુધારીને નવા ડોક્યુમેન્ટ આપી દેવામાં આવે છે. જેના કારણે વિર્દ્યાીઓ સુધારેલા ડોક્યુમેન્ટ આગળ અભ્યાસ અવા તો નોકરીમાં રજૂ કરી શકે છે. વિર્દ્યાીઓના કહેવા પ્રમાણે ગુજરાત બોર્ડ કરતાં બિલકુલ વિપરીત સ્િિત રાજય પરીક્ષા બોર્ડમાં જોવા મળે છે.

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા હાલમાં ટાટ, એચટાટ, પીટીસી, સહિતની જુદી જુદી અનેક પ્રકારની અનેક પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે. આ ફોર્મ ભરવામાં કોઇ ભૂલ ાય તો બોર્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવે છે. પરંતુ બોર્ડ દ્વારા આ ભૂલ સુધારીને નવા સર્ટિફિકેટ અવા તો ડોક્યુમેન્ટ આપવાના બદલે એફિડેવિટ કરાવવામાં આવે છે. જેના કારણે ઉમેદવારોએ પોતાના સર્ટિફિકેટની સો કાયમ માટે એફિડેવિટ જોડવી પડે છે.

વિર્દ્યાીઓના કહેવા પ્રમાણે એચટાટ અવા તો અન્ય સ્પર્ધાત્કમક પરીક્ષા પછી નોકરીમાં જઈએ ત્યારે પણ ડોક્યુમેન્ટની સો સુધારાવાળી એફિડેવિટ રજૂ કરવી પડે છે. જે તે સંસ અવા તો કંપની આ પ્રકારની એફિડેવિટ જોઇને કયા કારણોસર એફિડેવિટ કરાવી હશે તેવી શંકા ઉમેદવારો પર કરે છે. ઉમેવારોએ આખી જિંદગી પોતાની સો એફિડેવિટ રાખવી પડે છે. જો બોર્ડ દ્વારા ભૂલ સુધારીને નવા ડોક્યુમેન્ટ આપવામાં આવે તો ઉમેદવારો અનેક પ્રકારની મુશ્કેલીઓી બચી શકે તેમ છે.