Abtak Media Google News
  • કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા 27,300થી વધુ બિન જામીનપાત્ર વોરંટની બજવણી: લાયસન્સ વાળા  47,900થી વધુ હથિયારો જમા

રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલીંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરના તમામ પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને પોલીંગ ઑફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 તેમજ ત્યાર બાદ આવેલી અરજીઓ પૈકી 14 લાખથી વધુ ફોટો ઓળખકાર્ડ નું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મહિલાઓની મતદાનની સહભાગિતા વધારવા રાજ્યભરમાં બુથ લેવલે બેઠકો યોજી તેમને મતદાન માટેની આમંત્રણ પત્રિકા આપવામાં આવશે. યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા કેમ્પસ એમ્બેસેડર્સ સાથે ઑનલાઈન મીટ યોજવામાં આવી હતી.

આજથી 8મી સુધી રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં ઇએમટીનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે. ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ ઊટખ ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે. સાથે જ રેન્ડમાઇઝ્ડ ઊટખ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા તેઓના જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે. જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા ઊટખ નો વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે.

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.5.72 કરોડ રોકડ, રૂ. 9.26 કરોડની કિંમતનો 2.97 લાખ લીટર કરતાં વધુ દારૂ, રૂ. 20.13 કરોડની કિંમતનું 34.59 કિલો સોનું અને ચાંદી, રૂ.50 લાખની કિંમતના 436.98 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર, અખાદ્ય ગોળ અને અરિકા નટ્સ સહિતની રૂ.30.47 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.66.09 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

રાજ્યભરમાંથી લાયસન્સ વાળા કુલ 47,900 થી વધુ હથિયારો જમા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 27,300 થી વધુ બિન જામીનપાત્ર વોરંટની બજવણી કરવામાં આવી છે.

સી-વીજીલ મોબાઈલ ઍપ પર  આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ 816 ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.

મતદાર યાદી સંબંધી 425, મતદાર કાપલી સંબંધી 92 તથા અન્ય 1,138 મળી કુલ 5,825 ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર  આજદિન સુધીમાં કુલ 50 ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં ટપાલ અને ઈ-મેઇલ મારફતે મીડીયા સંબંધી 14, રાજકીય પક્ષો લગત 3, ચૂંટણી પંચ સંબંધી 14 તથા અન્ય 229 મળી કુલ 260 ફરિયાદો મળી છે.

મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 અંતર્ગત સપ્ટેમ્બર-2023 ના ત્રીજા અઠવાડિયાથી ડિસેમ્બર-2023 ના બીજા અઠવાડિયા દરમિયાન મતદારયાદીમાં સુધારણા માટે મળેલી અરજીઓ પૈકી મંજુર થયેલા 13 લાખથી વધુ મતદાર ફોટો ઓળખકાર્ડ તથા ગત ડિસેમ્બર-2023 ના ત્રીજા અઠવાડિયાથી ફેબ્રુઆરી-2024 ના ત્રીજા અઠવાડિયા દરમિયાન મતદાર યાદીમાં સુધારણા માટે મળેલી અરજીઓ સંદર્ભે મંજુર થયેલી કુલ 4.4 લાખ અરજીઓ પૈકી 1.4 લાખ મતદાર ફોટો ઓળખકાર્ડનું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બાકી રહેલા 2.9 લાખ મતદાર ફોટો ઓળખકાર્ડ નું વિતરણ તા.20 એપ્રિલ, 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોને ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાનમાં સુગમતા રહે તે માટે વિશેષ સવલતો આપવામાં આવે છે. જે અંતર્ગત દરેક જિલ્લા ખાતે તાલીમબદ્ધ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. દિવ્યાંગજનો માટે મતદાન મથક ખાતે આવશ્યક સુવિધાઓની ચકાસણી હેતુ 7 જેટલા આઇ.એ.એસ. અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે.

મતદાનના દિવસે મતદાન મથક ખાતે દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે આવશ્યક રેમ્પ, વ્હીલ ચેર્સ અને સ્વયં સેવકોની વ્યવસ્થા કરવા માટે સર્વે જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. સાથે જ દરેક જિલ્લામાં, દિવ્યાંગજનો માટે કાર્યરત સંસ્થાઓની નોડલ સંસ્થા તરીકે નિમણૂંક પણ કરવામાં આવી છે.

રાજ્યમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારના 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો અને 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો માટે મતદાનના દિવસ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા બંદરો અને વાહન વ્યવહાર વિભાગના સંકલનમાં મફત ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે સર્વે જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદી અદ્યતન કરવાના ભાગરૂપે રાજ્યભરમાં દિવ્યાંગ મતદારો માટે 51, ત્રીજી જાતિના મતદારો માટે 25, 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો માટે 93 તથા સ્પેશ્યલ ગૃપના મતદારો માટે 42 જેટલા વિશેષ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા માટે મીડિયાની ભૂમિકા મહત્વની છે ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાનના દિવસે કવરેજ અર્થે મતદાન મથકો પર તથા મતગણતરીના દિવસે મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટે મીડિયાકર્મીઓને ઑથોરિટી લેટર્સ આપવામાં આવે છે. ઑથોરિટી લેટર્સ માટેની ઓફલાઈન પ્રક્રિયામાં મીડિયા કર્મીઓએ મલ્ટીપલ નકલમાં ફોર્મ ભરી જરૂરી પુરાવા સાથે સંબંધિત જિલ્લા કચેરીમાં જમા કરાવવા જવું પડતું હતું. આ સમસ્યાના નિવારણ માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના માર્ગદર્શનમાં મીડિયાકર્મીઓને ઑથોરિટી લેટર્સ આપવા માટેની પ્રક્રિયાને ઑનલાઈન કરવામાં આવી છે. આઇ.ટી. પહેલના ભાગરૂપે વિકસાવવામાં આવેલા ઑનલાઈન મોડ્યુલને કારણે હવે મીડિયા કર્મીઓ કોઈપણ જગ્યાએથી ઓનલાઇન અરજી કરી શકશે, સમગ્ર પ્રક્રિયા સરળ, ઝડપી તેમજ પેપરલેસ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.