Abtak Media Google News

ધારી: મૂર્તિની તુલાના બહાને ગઠીયો રૂ.12.35 લાખનું સોનુ-ચાંદી લઇ છનન

ધારીમા એક સોની વેપારીને મારે મૂર્તિ ની તુલા કરવી છે તેમ કહી સોની ચાંદી ની લગડીઓ સાથે સ્વામીનારાયણ મંદિર મા બોલાવી વેપારી અને મંદિર ના કોઠારી સ્વામી ની નજર ચૂકવી રૂ.12.35 લાખ નુ સોનુ ચાંદી ઓળવી જતા ધારી પોલીસ સ્ટેશન મા ફરિયાદ દાખલ થઇ.

પોલીસ ફરિયાદ ની વિગત મા ધારીમા સ્વામી.મંદિર પાછળ રહેતા અને સોની કામ કરતા દિવ્યકુમાર જીતેન્દ્રભાઇ સિધ્ધપુરા સાથે સુરત ના શૈલેષ છગન ઉધાંડ નામના શખ્સે છેતરપીંડી કરી હતી. 7મી તારીખે તેમને મંદિર મા કોઠારી સ્વામી દિનબંધુ દાસ સ્વામીનો ફોન આવ્યો કે  હરિભકત શૈલેષભાઇ મંદિર મા સોનુ-ચાંદી ચડાવવા માગે છે તો તમે તે લઈને આવો.તેઓ સોના ના 4 બિસ્કિટ અને ચાંદીના 6 ઢાળિયા લઈ  ત્યા ગયા હતા,, ત્યા શૈલેષભાઇએ મહારાજ ની મૂર્તિ ની તુલા કરવાનુ કહ્યુ હતુ આ શખ્સે તેમની નજર સમક્ષ મૂર્તિ ની તુલા કરી હતી અને બાદમા અમારા બૈરાઓ દર્શને આવે છે તમે બહાર આવતા રહો તેમ કહેતા કોઠારી સ્વામી અને દિવ્યકુમાર સિધ્ધપુરા  બંને બહાર ઓફિસ મા આવી ગયા હતા લાંબા સમય સુધી શૈલેષભાઇ સોનુ ચાંદી લઈ ઓફિસ મા ન આવતા તપાસ કરી તો રૂ. 12.35લાખ નુ સોનુ ચાંદી લઈ તે નાસી ગયાની જણાયુ હતુ જેને પગલે આખરે તેમણે ધારી પોલીસ સ્ટેશને શૈલેષ ઉધાંડ સામે ફરિયાદ દાખલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.