Abtak Media Google News

કોમી રમખાણ અંગેના 21 વર્ષ પહેલા નોંધાયેલા કેસની 13 વર્ષ ટ્રાયલ ચાલી: 86 આરોપીઓ પૈકી 17 ના સુનાવણી દરમિયાન મોત: એકને ડિસ્ચાર્જ કરાયો: માયાબેન અને બાબુ બજરંગીએ સ્પ્રે. કોર્ટના ચુકાદાને સત્યનો વિજય ગણાવ્યા

ગોધરા કાંડ બાદ ર00રમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા જેમાં અમદાવાદના નરોડા ગામમાં 11 લોકોને જીવતા સળગાવી મોત ને ઘાટ ઉતાર્યાની અને તેઓની મિલ્કતને મોટું નુકશાન પહોચાડયા અંગેની સુપ્રિમ કોર્ટની નિગરાની હેઠળ બનેલી એસ.આઇ.ટી. દ્વારા તપાસ કરી સ્પ્રે. કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતું. 13 વર્ષ સુધી ચાલેલી સુનાવણી પૂર્ણ થતા ભાજપના પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાણી, બજરંગ દળના બાબુ બજરંગી અને ભાજપના અગ્રણી સહિત 67 ને નિર્દોષ ઠરાવી છુટકારો કર્યો છે.

27 ફેબ્રુઆરી 2022 ના રોજ સાબરમતી એકસપ્રેસના એસ-6 અને એસ-7 કોચને ગોધરા ખાતે સળગાવવાની ઘટનાના રાજયભરમાં ધેરા પ્રત્યાઘાત પડયા હતા. ઠેર ઠેર હત્યા અને તોડફોડની બનેલી ઘટનાઓ અંગે સુપ્રિમ કોર્ટના ડાયરેકશનથી સ્પ્રે. તપાસ ટીમ બનાવી હતી. જે પૈકી નરોડા હત્યા કાંડનો અમદાવાદની સીટી સીવીલ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં કુલ 86 સામે રજુ કરાયેલ ત્હોમતનામા પૈકી 17 ના ટ્રાયલ દરમ્યાન મોત નિપજયા હતા અને એકને કેસમાંથી બીનત્હોતમ છુટકારો કર્યો હતો. અને 67ને નિર્દોષ ઠરાવ્યા છે.

28 ફેબ્રુઆરી 2002ના રોજ નરોડા ગામમાં ફાટી નીકળેલાં તોફાનોમાં 11 ને જીવતા સળગાવી દેવાયા હતા.નોંધનીય છે કે માયા કોડનાણી અને બાબુ બજરંગી સહિતના છ લોકોને અગાઉ નરોડા પાટિયા રમખાણોના કેસમાં દોષિત જાહેર કરાયાં હતાં. આ કેસમાં કુલ 86 આરોપીઓ હતા, જે પૈકી 17નાં સુનાવણી દરમિયાન મૃત્યુ થયાં હતાં જ્યારે એકને ડિસ્ચાર્જ કરાયા હતા.નરોડા ગામ કેસ એ નવ કેસો પૈકીનો એક છે, જેમાં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા તપાસ કરાવવાનો હુકમ કર્યો હતો. આ કેસની સુનાવણી 14 વર્ષ પહેલાં જુલાઈ 2009માં શરૂ કરવામાં આવી હતી.વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં રમખાણો અને હિંસાના બનાવોમાં એસઆઈટી દ્વારા તપાસ કરાઈ હોય તેવા અન્ય મુખ્ય કેસોમાં નરોડા પાટિયા, ગુલબર્ગ સોસાયટી કેસ, ઓડ, સરદારપુરા કેસનો સમાવેશ થાય છે.

શનિવારે પ્રિન્સિપાલ સેશન્સ જજ એસ. કે. બક્ષીએ ગત સપ્તાહે ટ્રાયલ પૂર્ણ થયેલી જાહેર કરીને તેમનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.નરોડા ગામ કેસમાં બચાવપક્ષના વકીલે કોર્ટની બહાર સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કોર્ટના ચુકાદા બાબતે સંતોષ વ્યક્ત કરતાં પ્રતિક્રિયા આપી હતી કે, “કોર્ટે હાલ પોતાના ચુકાદા માટે કોઈ ગ્રાઉન્ડ જાહેર કર્યા નથી પરંતુ તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. લોકોને ન્યાયમાં વિશ્વાસ હતો અને ન્યાય થયો છે. નિર્દોષ ઠરેલા લોકો હાલ ખૂબ શાંતિ અનુભવી રહ્યા છે. 7,719 પાનાંની દલીલો કરી હતી. બધા નિર્દોષ હતા આ વાત માટે મેં કોંક્રિટ ગાઉન્ડ રજૂ કર્યું હતું. આ આરોપો કોર્ટે કેમ ન માન્ય ન રાખવા જોઈએ તે માટે દલીલ કરી હતી.”નરોડા ગામ કેસ એ નવ કેસો પૈકીનો એક છે, જેમાં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા તપાસ કરાવવાનો હુકમ કર્યો હતો.

આ કેસની સુનાવણી 13 વર્ષ પહેલાં જુલાઈ 2009માં શરૂ કરવામાં આવી હતી.આ કેસના 68 આરોપીઓમાં ભાજપ સરકારનાં પૂર્વ મંત્રી માયાબહેન કોડનાણી, બજરંગ દળના નેતા બાબુ બજરંગી, વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ જનરલ સેક્રેટરી જયદીપ પટેલ, ભાજપના નેતા વલ્લભ પટેલ વગેરેનાં નામો મુખ્ય છે. તેમની સામે હત્યા, તોફાનો કરાવવાનો, ગેરકાયદે ટોળું ભેગું કરવાનો અને ગુનાઇત ષડ્યંત્ર રચવાનો આરોપ છે.પ્રિન્સિપાલ સેશન્સ જજ એસ. કે. બક્ષીએ ગત સપ્તાહે ટ્રાયલ પૂર્ણ થયેલી જાહેર કરીને તેમનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. શનિવારે તેમણે 20 એપ્રિલે એટલે કે આજે ચુકાદો આપવાની જાહેરાત કરી હતી.સરકારી વકીલ ગૌરાંગ વ્યાસે  વાતચીતમાં જણાવ્યું હતું, “અમે તમામ પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.

આ કેસમાં કુલ 86 આરોપીઓ છે જે પૈકી 17નાં મોત થઈ ચૂક્યાં છે અને એક ડિસ્ચાર્જ થયા છે. “”આ આરોપીઓએ લઘુમતી સમુદાયના ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડ્યું હતું, તેમની દુકાનોમાં લૂંટ મચાવીને આગચંપી કરી હતી અને 11 લોકોને મારી નાખ્યા હતા.”એસઆઈટી દ્વારા તપાસવામાં આવ્યા હોય તેવા અન્ય મુખ્ય કેસોમાં નરોડા પાટિયા, ગુલબર્ગ સોસાયટી કેસ, ઓડ, સરદારપુરા કેસનો સમાવેશ થાય છે.27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરામાં સાબરમતી ઍક્સપ્રેસ ટ્રેનમાં એસ-6 અને એસ-7 કોચને સળગાવવામાં આવ્યા હતા. જેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યારબાદ ગુજરાતમાં જે તોફાનો ફાટી નીકળ્યાં તેમાં 28 ફેબ્રુઆરી, 2002ના રોજ નરોડા ગામમાં 11 મુસ્લિમોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

રાજયભરમાં ફાટી નીકળેલા તોફાનને પગલે સુપ્રિમ કોર્ટ દ્વારા સુપ્રિમ કોર્ટ ની નિગરાની હેઠળ એસ.આઇ.ટી. ની રચના કરવામાં આવી હતી. જેમાં 86 શખ્સો સાથે ત્હોમતનામુ ફરમાવ્યું હતું. જેમાં સુનાવણી દરમ્યાન 17 શખ્સોના મોત નિપજયું હતું. વર્ષ 2010 માં ટ્રાયલ શરુ થયું હતું. છ અલગ અલગ જજો દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. 7 હજારથી વધુ પાનાની સુનાવણીના દલીલો નોંધાવામાં આવી હતી જે પૂર્ણ થતા અમદાવાદની સ્પ્રે. કોર્ટ દ્વારા પૂર્વ મંત્રી માયાબેન કોડનાણી અને બજરંગ દળના બાબુ બજરંગી સહિત 86 શખ્સોને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.