Abtak Media Google News

ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકતા સર્જાયો ગોઝારો અકસ્માત: 27 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

ઉત્તરાખંડમાં આવેલા ગંગોત્રીધામમાં દર્શન કરી ભાવનગરના 35 શ્રધ્ધાળુઓને લઈને પરત ફરી રહેલી એક સ્થાનિક બસ ખીણમાં ખાબકતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં સાત ગુજરાતીઓના મૃત્યુ થયા છે. જ્યારે તે પૈકી 27 જણા ઘાયલ થયા હતાં જેમનું એસડીઆરએફની ટીમે રેસકયૂ કરી ઋષિકેશ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.જ્યારે આ બનાવવાની જાણ થતા રાજ્યના રાહત કમિશનર ઉત્તરાખંડ સરકારના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ઉલેખનીય છે કે બસ ડ્રાઈવર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

વિગતો મુજબ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં 35 પ્રવાસીઓ ઉત્તરાખંડના પ્રવાસે ગયા હતાં. જોકે, ગંગોત્રી દર્શનાર્થે જવા માટે ગુજરાતી શ્રધ્ધાળુઓએ સ્થાનિક બસ ભાડે કરી હતી. દર્શન કરીને પરત ફરી રહ્યા હતાં ત્યારે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલાં ગંગનાની ગામ નજીક બસ ખીણમાં ખાબકી ખાબકતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જે ઘટનામાં સ્થળે જ સાત ગુજરાતી શ્રધ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો. અન્ય 27ને ઇજાઓ પહોચી હતી. ઘટનાની જાણ થતાં જ જીલ્લા પોલીસ વડા-કલેક્ટર સહિતના અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચ્યા હતાં. ઘાયલોને ખીણમાંથી બહાર કાઢીને ઋષિકેશ સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક પ્રવાસીબસમાં ફસાયો હોવાથી રેસક્યૂ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યુ છે. ઉત્તરાખંડની એસડીઆરએફનીટીમો પણ બચાવકાર્યમાં જોડાઇ છે. રાહતકાર્યમાં જરૂર પડે તો દહેરાદૂનમાં એક હેલિકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યુ છે. ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડે ઉત્તરાખંડ સરકારના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. મૃતદેહોને ગુજરાત લાવવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ અકસ્માતમાં ઘનશ્યામ ભાઈ ભાનુશંકર, ભાવનગર, કેતન હર્ષદરાય રાજ્યગુરુ, ભાવનગર દિપ્તીબેન કેતનભાઈ રાજ્યગુરુ, ભાવનગર,અશ્વિનભાઈ લાભશંકર જાની, ભાવનગર હરેન્દ્રસિંહ મહિપતસિંહ, ગુજરાત સંજુ રમેશચંદ્ર, દહેરાદૂન જયદીપ મુન્નાભાઈ, ભાવનગર જીતુ મોહિત, ભાવનગર નિરજ ચંદ્રકાન્ત, ભાવનગર મુકેશ ફૂલચંદ (ડ્રાઈવર), દહેરાદૂન વિવેક મનીષ પદારિયા, ભાવનગર સુરેશ ભવાની, ભાવનગર કમલેશ વમનભાઈ ઉપાધ્યાય, ભાવનગર બ્રિજરાજ જીવિહા, ભાવનગર રેખાબેન મહેશભાઈ, ભાવનગર દેવકુંરબેન સુરેશભાઈ, સુરત નામોને ઈજા પહોંચી હતી જ્યારે સાતના મોતની નીપજ્યા હતા.

દુર્ઘટનાની જાણ થતાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું તથા વહીવટીતંત્રને ત્વરિત રાહત બચાવ કામગીરીનો આદેશ કર્યો હતો. ધામીએ ટ્વિટ કર્યું હતું કે, ગંગોત્રીથી ઉત્તરકાશી જતી બસ ગંગનાનીમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં કેટલાક લોકો માર્યા ગયાના અત્યંત પીડાદાયક સમાચાર મળ્યા છે. ઇશ્વર દિવંગતોને શ્રીચરણોમાં સ્થાન આપે અને શોકાતુર પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ઘાયલોને સારવાર માટે ઋષિકેશ ખસેડ્યા
ગુજરાત સરકારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સંપર્ક નંબર જાહેર કર્યો

ઉત્તરાખંડમાં રવિવારે સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા હતભાગીઓ

  1. ગીગાભાઈ ભમ્મર (રહે.તળાજા2)
  2. મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય (રહે.દેવરાજનગર, ભાવનગર)
  3. જોશી અનિરુદ્ધ હસુમખભાઈ (રહે. તળાજા)
  4. કરણ ભાદરી. (રહે.પાલિતાણા)
  5. દક્ષા મહેતા (રહે.મહુવા)
  6. ગણપત મહેતા (રહે.મહુવા)
  7. રાજેશ મેર (રહે. અલંગ)

સી.એમ ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું

ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાથી 7 ભાવનગરના બાતમીના મોતથી ગુજરાત સી.એમ ઉપેન્દ્ર પટેલય દુ:ખ વ્યક્ત કરી ટ્વિટ કર્યું હતું જેમાં તેમને લખ્યું હતું કે,ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

બસ સ્પીડમાં હોવાથી ચાલકે કાબૂ ગુમાવતા ગોઝારો અકસ્માત સર્જાયો

તમામ શ્રધ્ધાળુઓ ગંગોત્રીના શાંતિપૂર્ણ દર્શન કરીને પરત બસમાં આવી રહ્યા હતા. એ સમયે ટન ઉપર બસ સ્પીડમાં હોવાથી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. અને બસ ખીણમાં 5 થી 6 ગુલાટ મારી જઇ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોના ઘટના સ્થળે જ કરુણ મોતની ભજીયા હતા અને અન્ય લોકોને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અક્સ્માતની બચાવ કામગીરી લઈ ગુજરાત સરકાર ઉત્તરાખંડ સરકારના સતત સંપર્કમાં

ઉત્તરાખંડ દુર્ઘટનાની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનર ના સતત સંપર્કમાં છે. રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓ ના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે.ઉત્તરાખંડ રાજ્યના એસ. ડી આર એફ ની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓ ને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.