Abtak Media Google News
  • રાજકોટ સહિત 8 શેહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું 

રાજકોટ સહિત રાજયના અનેક વિસ્‍તારોમાં હિટવેવની અસરને કારણે ગરમી સતત વધી રહી છે ત્યારે મંગળવારની સરખામણીમાં બુધવારે ગરમીનો પારો ઉચકાયો હતો. આજે રાજકોટમાં ગરમીનો પારો 40.8 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જેના કારણે ગરમીના રૌદ્ર સ્‍વરુપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે 41.3 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. આ ઉપરાંત ગ્રીન સિટી ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 40.2 ડિગ્રી પર પહોંચી જવાને કારણે લોકોએ કાળઝાળ ગરમી સહન કરવી પડી હતી.

Advertisement

બીજી તરફ હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ દરમિયાન પોરબંદર, ભાવનગર, કચ્છ, વલસાડ, દીવ સહિતની જગ્યાએ હિટવેવની અસર રહેશે. જેથી લોકોને હાલ કોઇ રાહત મળે તેવી શક્‍યતા દેખાઈ રહી નથી. આવતીકાલે અમદાવામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્‍યતા છે. આજે પણ અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરના મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેતા ગરમી વર્તાઈ હતી. ત્યારે હવે મે મહિનો પણ સૌથી વધુ ગરમીનો રેકોર્ડ તોડશે તેવી આગાહી છે.

મે મહિનામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં આકરી ગરમી પડશે. જેમ અતિથી ભારે વરસાદની આગાહી હોય છે, તેમ મે મહિનામાં આ વિસ્તારોમાં અતિથી ભારે હીટવેવની આગાહી છે. હીટવેવ બાબતે મેમહિનો તમામ રેકોર્ડ તોડશે તેવુ અનુમાન છે. આ કારણે સરકારી એજન્સીઓ દ્વારા સ્વાસ્થયને લઈને ચેતવણી જાહેર કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.