Abtak Media Google News

16 પ્લોટ માટે હરાજી જામી : પ્લોટના રૂ. 3.80 લાખથી લઈને રૂ.5.35 લાખ સુધી ઉપજ્યા

લોકમેળા સમિતિને આજે આઈસ્ક્રીમના પ્લોટમાંથી 70.30 લાખની આવક થઈ છે. આજે 16 પ્લોટ માટે હરાજી જામી હતી. જેમાં પ્લોટના રૂ. 3.80 લાખથી લઈને રૂ. 5.35 લાખ સુધી ઉપજ્યા છે.

Advertisement

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે, આગામી પ થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા રસરંગ લોકમેળાની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા સિટી પ્રાંત-1 અધિકારી કે.જી. ચૌધરી દ્વારા આજે આઈસ્ક્રીમના 16 સ્ટોલની હરરાજી કરીને ફાળવણી કરવામાં આવી હતી.

હરરાજી બાદ એક્સ શ્રેણીના આઈસ્ક્રીમ ચોકઠાના 16 પ્લોટ વિવિધ સ્ટોલધારકોને ફાળવી દેવાયા છે. આ સાથે તેઓએ ભરેલી એડવાન્સ રકમ તથા હરરાજીમાં આખરી થયેલી રકમ બાદ તફાવતની રકમ ભરવા માટે 19મી ઓગસ્ટ સુધીની મુદ્દત આપવામાં આવી છે.

આ હરાજીમાં પ્લોટના રૂ. 3.80 લાખથી માંડીને રૂ. 5.35 લાખ ઉપજ્યા હતા. લોકમેળા અમલીકરણ સમિતિને આ હરાજીથી 70.30 લાખની આવક થઈ હતી. જ્યારે 4.80 લાખ એડવાન્સ ભરવામાં આવ્યા હોય હવે 19મી સુધીમાં સમિતિને રૂ. 65.50 લાખ વધારાના મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.