Abtak Media Google News

શું તમે જાણો છો મીઠાના અલગ અલગ પ્રકારો વિષે…???

રસોઈમાં જો કોઈ પણ વ્યંજનમાં જરા પણ મીઠું ઓછું હોય તો તે વ્યંજન બેસ્વાદ લાગે છે અને ત્યારે આપણે સામાન્ય રીતે તેમાં ઉપરથી મીઠું નાખવાનું રાખીએ છીએ . પરંતુ મીઠાના જુદા જુદા પ્રકારનો ભોજનમાં પણ જુદી જુદી રીતે ઉપયોગ થાય છે એ ખબર છે??

Advertisement

Salt Types 1580315375

સ્વાદ અને સુગંધ એટલે કેસર મીઠું

કેસર વાળું મીઠું એવું મીઠું છે જે ઝળપથી ઓગળી જાય છે એટ્લે જ્યારે કોઈ રેસીપી બનાવવામાં આવે ત્યારે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ મીઠાનો મહત્તમ ઉપયોગ રેસ્ટોરન્ટમાં કરવામાં આવે છે જે વ્યંજનને સ્વાદિષ્ટ બનાવવાની સાથે તેના સ્વાદનો પણ અલગ જ અનુભવ કરાવે છે. એને એટલે જ તે વ્યંજનને પરફેક ટેસ્ટ આપે છે.

ફ્લેટ સી સોલ્ટ

ફ્લેટ સી સોલ્ટ જે સંપૂર્ણ રીતે ખારાશ વાળું હોય છે અને તેમાં અનેક પ્રકારના ખનીજ પદાર્થ પણ રહેલા હોય છે. એ મીઠાનો ઉપયોગ તમે સલાડ, શાકભાજી ઉકાળવામાં તેમજ મત્સ્ય ઉધ્યોગ માટે થાય છે, આ ઉપરાંત પાસ્તા, પોપકોર્નનો ટેસ્ટ વધારવા માટે પણ કરી શકાય છે. આઇસ્ક્રીમ બનાવવા માટે પણ આ કાચા મીઠાનો ઉપયોગ થાય છે. પરંતુ કાચા મીઠાનો અતિ ઉપયોગ સ્વાસ્થય માટે સારો નથી.

અથાણાં માટે ખાસ મીઠું

સમુદ્રી મીઠું હોવાને કારણે તેમાં આયોડિન પૂરતા પ્રમાણમા હોય છે. જે અઠનના કુદરતી રંગને જાળવી રાખે છે. અને એટલા માટે જ તેનો મુખ્ય ઉપયોગ અથાણામાં થાય છે.

સાઇપ્રસ સોલ્ટ

મીઠાનો આ પ્રકાર એટલે ખારું મીઠું નહીં પરંતુ મીઠાશ વાળું મીઠું. આ મીઠું ક્રિસ્ટલના સ્વરૂપમાં આવે છે. તેનો મહત્તમ ઉપયોગ બેકરી પ્રોડક્ટ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં શાક બનાવવા માટે આ રીતના ફ્લેવાર વાળા મીઠાનો ઉપયોગ વધ્યો છે.

રોક સોલ્ટ

રોક સોલ્ટ એટલે સંચળ જેનો ઉપયોગ આઇસક્રીમનો આકાર જાળવી રાખવામા મદદરૂપ થાય છે. એટલે કે તે બરફને જલ્દી ઓગળવા નથી દેતું , એ જ રીતે જે પહાળી વિસ્તારમાં શિયાળામાં હિમ વર્ષા થાય છે ત્યાં પણ બરફને રસ્તા પરથી દૂર કરવા માટે  આ રોક સોલ્ટનો ઉપયોગ થાય છે. આ મીઠાનો સીધો ઉપયોગ ભોજન માટે નથી કરી શકતા જેનું મુખ્ય કારણ એ છે તે સુરંગમાથી મળી આવે છે. તેને પહેલા રિફાઈન્ડ કરી પછી જ તેનો ભોજન માટે ઉપયોગ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.