Abtak Media Google News

જિલ્લા કલેકટર પ્રભવ જોશી મેળાના આયોજન અંગે તમામ ઝીણવટભરી માહિતી મેળવશે : પ્રાથમિક તૈયારીઓ આરંભી દેવાશે

રંગીલા રાજકોટનો લોકમેળો જે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે. આ લોકમેળાની તૈયારીઓ હવે થોડા જ દિવસોમાં શરૂ થઈ જવાની છે. આના માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આગામી સોમવારના રોજ બેઠક યોજવામાં આવનાર છે.

રાજકોટના પ્રસિધ્ધ જન્માષ્ટમી લોકમેળામાં દર વર્ષે અંદાજે 15 લાખ જેટલા લોકો ઉમટી પડે છે. સતત પાંચ દિવસ સુધી રેસકોર્સ મેદાન મોજ- મસ્તી અને હલ્લા- ગુલ્લાનો જાણે મૂકામ બન્યો હોય તેવો માહોલ સર્જાય છે. આ લોકમેળામાં રમકડાના 210 સ્ટોલ તેમજ ખાણીપીણીના નાના 14 સ્ટોલ તેમજ મોટા 2 સ્ટોલ તથા આઈસ્ક્રીમના 16 સ્ટોલ હશે. તેમજ યાંત્રિક આઈટમો માટે અલગ અલગ પ્રકારના કૂલ 44 સ્ટોલ, ચકરડીઓ માટે 52 સ્ટોલનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત સરકારી સંસ્થાઓ માટે 26 સ્ટોલ હોય છે.

હવે જન્માષ્ટમી નજીક આવતા લોકમેળા સમિતિ દ્વારા હવે મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને આગામી સોમવારના રોજ બેઠક યોજાનાર છે. સાંજે યોજનાર આ બેઠકમાં જિલ્લા કલેકટર મેળા વિશે તમામ ઝીણવટભરી વિગતો મેળવી જરૂરી સૂચનો આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.