Abtak Media Google News

અફઘાનિસ્તાનમાં ઉત્પાદન કરી ઈરાનમાં રિફાઇન્ડ થઈ ભારત સહિત અન્ય દેશમાં મોકલવાનું કારસ્તાન ઇન્ડિયન નેવી ઇન્ટેલિજન્સ અને નેવીએ ઝડપી પાડ્યું

મધ દરિયે ઓપરેશન પાર પાડયાનો પ્રથમ કિસ્સો: બે ઈરાની અને પાકિસ્તાની સહિત ૭થી ૮ શખ્સો પકડાયા

અબતક-પોરબંદર

પોરબંદરના મધ દરિયે ઇન્ડિયન નેવી ઇન્ટેલિજન્સ ઇનપુટ દ્વારા એંસીબી સાથે મળીને પાકિસ્તાની બોટને રૂ.૨૦૦૦ કરોડના ૭૬૩ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાનમાં ઉત્પાદન કરી ઈરાનમાં રિફાઇન્ડ કર્યા બાદ ભારત સહિત અન્ય દેશોમાં પણ પહોંચાડવાનું કારસ્તાન ઝડપાયું છે. ભારતીય દળો દ્વારા મધ દરિયે આ પ્રથમ ઓપરેશન પાર પાડયાનો પહેલો કિસ્સો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અરબી સમુદ્રમાં પોરબંદર નજીક મોટું ઓપેશન પાર પાડીને ઈન્ડિયન નેવી અને નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે રૂ.૨૦૦૦ કરોડની કિંમતનું ૭૬૩ કિલો ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સના જથ્થામાં ૫૨૯ કિલો હસીસ ભારતમાં તેમજ ૧૩ કિલો હેરોઈન અને ૨૩૪ કિલો મેથએમ્ફેટામાઈન ડ્રગ્સ શ્રીલંકામાં ઉતારવાનું હતું તેવી પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી રહી છે.

ઇન્ડિયન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરતા દૂબઈ સ્થિત પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાએ અફઘાનિસ્તાનમાં આ જથ્થો ઉત્પાદિત કરી અને ઈરાનમાં રિફાઈન્ડ કરાયેલા ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો. ઓપરેશનમાં વેસલમાંથી સાતથી આઠ શખ્સો પકડાયા છે. તેમાં બે ઈરાની અને અન્ય પાકિસ્તાની હોવાની પ્રાથમિક વિગતો વચ્ચે પોરબંદરમાં વધુ તપાસ ચાલી રહી છે.તો બીજી તરફ અરબી સમુદ્રમાં નશીલા પદાર્થનો મોટો જથ્થો આંતર-રાષ્ટ્રિય જળસીમામાંથી પકડાયાનો પ્રથમ કિસ્સો બન્યો છે. ઈન્ડિયન નેવી ઈન્ટેલિજન્સને મળેલા ઈનપૂટના આધારે એનસીબીની ટીમને સાથે રાખીને મધદરિયે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ભારતના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનથી થોડે દૂર અને ભારતીય જળકાંઠાથી ૨૦૦ માઈલ દૂર મધદરિયે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

ભારતમાં અત્યાર સુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડાતું હતું. પરંતુ, આ બંને સરહદો સીલ કરી દેવાતા ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન મોટાપ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે.મધદરિયેથી પકડવામાં આવેલા ડ્રગ્સના જથૃથામાંથી ૫૨૯ કિલો હસીસ કચ્છના જખૌ કે આસપાસથી ભારતમાં ઘૂસાડવાનું હતું. કચ્છથી આ જથૃથો પંજાબ કે દેશના અન્ય રાજ્યમાં લઈ જવાનો હતો કે કેમ? તે અંગે તપાસ ચાલી રહી છે. જ્યારે, ૧૩ કિલો હેરોઈન અને ૨૩૪ કિલો મેથએમ્ફેટામાઈન ડ્રગ્સ શ્રીલંકા ઉતારવાનું હોવાની વિગતો અંગે ખરાઈ કરવામાં આવી રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.