Abtak Media Google News

વિધાનસભામાં પ્રશ્ર્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પુછેલા સવાલના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ નર્મદા કેનાલની કામગીરીની વિગતો આપી

નર્મદાની ૭૧૦૦૦ કિ.મી. કેનાલમાંી હવે માત્ર ૨૦૦૦૦ કિ.મી. કેનાલ બાંધવાનું કામ બાકી રહ્યું હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભામાં કહ્યું હતું. તેમણે વિધાનસભામાં કેનાલ નેટવર્ક માટેનો પોર્ટફોલીયો રજૂ કર્યો હતો.

વિધાનસભામાં પુછાયેલા સવાલના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, ૭૧૭૪૮.૯૧ કિ.મી. કેનાલની મંજૂરી આપવામાં આવી હતી. જેમાંી હવે ૨૦૯૫૧ કિ.મી. કેનાલ બાંધવાની બાકી છે. નર્મદાની ૪૫૮.૩૨ કિ.મી.ની મેઈન કેનાલનું કામ પૂર્ણ ઈ ચૂકયું છે. જયારે ૧૨૯.૪૭ કિ.મી.ની બ્રાંચ કેનાલ, ૩૮૨.૯૩ કિ.મી.ની ડિસ્ટ્રીબ્યુટ્રી, ૨૮૯૮.૬૩ કિ.મી.ની માઈનોર કેનાલ અને ૧૭૫૪૦.૭૦ કિ.મી.ની સબ માઈનોર કેનાલ બાંધવાનું કામ હજૂ બાકી છે.

વન વિભાગ, અભ્યારણ્ય અને ખાનગી જમીનો સહિતના પાસેી મંજૂરી મેળવવામાં વાર લાગી હોવાના કારણે આ કેનાલનું કામ બાકી રહી ગયું છે. જો મંજૂરીઓ સમયસર મળી ગઈ હોત તો કેનાલનું કામ કયારનું પૂર્ણ ઈ ચૂકયુ હોત તેવું તેમના નિવેદન પરી ફલીત યું છે.

નર્મદા ડેમ ગુજરાતની જળ સમસ્યાનો ઉકેલ માનવામાં આવે છે. નર્મદાનુ પાણી ઘરે-ઘરે પહોંચાડવા સરકાર કટીબધ્ધ છે. સરકારે અબજો રૂપિયાનો ખર્ચ નર્મદા ડેમના નિર્માણ અને તેની વ્યવસ માટે કર્યો છે. રાજયમાં નર્મદાની કેનાલો જીવાદોરી સમાન બની રહી છે. રાજય સરકારે અત્યાર સુDownloadધીમાં ૭૧,૦૦૦ કિ.મી.ની. કેનાલોમાંથી ૫૦,૦૦૦ કિ.મી. કેનાલ નિર્માણની કામગીરી પૂર્ણ કરી છે. હવે માત્ર ૨૧,૦૦૦ કિ.મી. જેટલી કેનાલ નિર્માણ કરવાની બાકી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં પ્રશ્ર્નોતરીકાળ દરમિયાન પુછેલા સવાલના જવાબમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, હવે માત્ર ૨૦૯૫૧.૭૩  કિ.મી.ની કેનાલ નિર્માણનું કામ બાકી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.