Abtak Media Google News

વિદેશી યાત્રા દરમિયાન સવા લાખ સ્વામીનારાયણ મંત્રલેખન અને સદ્દગ્રંથોના પાઠ કર્યા

સંતોએ સમયનો સદદુપયોગ પોતાના અને લોકોના કલ્યાણર્થે કરતો રહેવો જોઇએ એમ આજે રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુલમાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતું.

રાજકોટ ગુરુકુલ તથા તેની શાખાનોના ભૂતપૂર્વ વિઘાર્થીઓ તથા સત્સંગીઓના નિમંત્રણથી પૂજય દેવકૃષ્ણદાસજી સ્વામી સંતમંડપ સાથે ઓસ્ટ્રેલીયાએથી આજે રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુુલમાં પધારેલા હતા.G R 2473

પૂજય સ્વામીનું સ્વાગત વિઘાર્થીઓએ બેન્ડના સૂરો રેલાવી તથા પુષ્ણપાંખડીઓથી જયારે લક્ષ્મીનારાયણ સ્વામી, સંત વલ્લભદાસજી સ્વામી, તેમજ સુરતથી પધારેલ પ્રભુસ્વામી, મુંબઇથી પધારેલા કૃષ્ણસ્વરુપદાસજી સ્વામી તથા હરિભકતોએ પુષ્પહાર પહેરાવી દંડવત પ્રણામ કરી સ્વાગત કરેલ હતું.

સત્સંગ સભામાં હરિપ્રિયદાસજી સ્વામીએ પૂજય સ્વામીથી ઓસ્ટ્રેલીયાની આ બીજી યાત્રા યોજવામાં આવી. પુજય સ્વામીની સાથે તરવડા ગુરુકુલના સંચાલક પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ ત્યાં પર્થ, મેલબોર્ન, બ્રિસબેનમાં શ્રીમદ્દ ભાગવતની કથાઓ ત્યાં ભાવિકોને સંભળાવેલ હતા. હૈદરાબાદ ગુરુકુલથી વિદેશયાત્રામાં જોડાયેલ હતા. તીર્થસ્વરુપદાસજી સ્વામીએ બાળકો તથા યુવાનોને સત્સંગની પ્રેકટીકલ અને થિપરી આપી. જ્ઞાન તથા રીત શીખવેલ, જયારે રાજકોટથી યાત્રામાં જોડાયેલ પૂ. પુર્ણપ્રકાશદાસજી સ્વામી તથા શ્રીમુતિ સ્વામીએ હરિભકતોને શાકોત્સવ વગેરે ઉત્સવો ઉજવી રાજી  કરેલ હતી.G R 2587

પ્રભુસ્વામીના કહ્યા અનુસાર સત્સગ યાત્રા દરમ્યાન સંતોએ મહાપૂજા, સત્સંગ પ્રવચનો, જન્મોત્સવ, શાકાોત્સવ, પધરામણી વગેરે કરી ગુરુકુલના ભુતપૂર્વ વિઘાર્થીઓ હરિભકતો તેમજ ગુજરાતી વાત કરી ભાવિકોને રાજી કરેલ હતા.

વધુમા ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી હરિભકતોને સતત દર્શન દાન સાથે કથાવાર્તા સત્સંગ કરાવતા રહીને થોડો સમય મળે ત્યારે સ્વામીનારાયણ મહામંત્રનું લેખન લખતા રહીને સવાલાખ મંગલ લેખન લખેલ. તે પણ પ્લેનની ર૧ કલાકની મુસાફરી દરમ્યાન બ્રહ્મસંહિતા પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથનું વાંચન કરી પાઠ પૂર્ણ કરેલ હતું.G R 2470

આ પ્રસંગે તેઓ એ કહેલ કે ત્યાં ભૂતપૂર્વ વિઘાર્થીઓ અને હરિભકતોએના સમર્પણથી મેલબોર્ન શહેરમાં જમીન સંપાદન કરાઇ છે. અહિં પણ સંતોના સતત નિવાસથી લોકોના જીવન સદાચાર અને ભકિતમય બનતા રહેશે.G R 2630

વધુમાં તેઓશ્રીએ ઓસ્ટ્રેલીયા દેશની શિસ્ત, સમર્પણતા, યુનિવસીટના અભ્યસો કેળવ, પુસ્તકીયું નહિં પણ પ્રેકટીકલ જ્ઞાન આપતી શિક્ષણ પઘ્ધતિની વિઘાર્થીઓને જાણકારી આપી હતી.G R 2621પ્રમુ સ્વામીના જણાવ્યાનુસાર સંતોએ પ્લેન કે ટ્રેનની યાત્રા દરમ્યાન ભગવાન સ્વામાનારાયણે બાંધેલા અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે શીખવેલ રીતે પ્રમાણે સંતોએ પ્લેન કે ટ્રેનમાં બેસે પછી ૧૦, ર૦ કે રપ કલાક થાય પરંતુ જળયાન કરી શકાતું નથી હોતું તો જમવાની તો વાત ન આવે. જે તે ઠેકાણે પહોંચી સ્નાન કરી સ્વહસ્તે ભગવાનનાં ભોજન, થાળ બનાવી પછી થી ભોજન પ્રસાદ લેવાનો હોય છે. ઓસ્ટ્રેલીયાથી ભારતના ર૧ કલાક પ્લેનની મુસાફરી જળયાન સુધા નહિ કરીને ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી આજે બોત્તેર વર્ષની ઉંમરે પણ આ નિયમો યથાર્થ પામી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદઅને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.