Abtak Media Google News

ભારતના રસ્તાઓ પર દર કલાકે ૫૭ એકસીડેન્ટ થાય છે જેમાંથી ૧૭ ને જીવ ગુમાવવો પડે છે

સરેરાશ ૭૫ ટકા અકસ્માત મૃત્યુ બેફામ ઝડપ અને બેદરકારીના કારણે થાય છે. દેશમાં અકસ્માત મૃત્યુ અને આત્મહત્યાના બનાવો વધી રહ્યા હોવાના આંકડા ૨૦૧૫ના રીપોર્ટ અન્વયે બહાર પાડવામાં આવ્યા હતા આ અંગે રોડ સેફટી વિશેષજ્ઞો અને સ્વૈચ્છિક સંસ્થાઓની ગઈકાલની અમદાવાદ ખાતેની મીટીંગમાં મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ બીલ ૨૦૧૬ ત્વરિત પસાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

કનઝયુમર એજયુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર અને કટસ ઈન્ટરનેશનલ દ્વારા યોજવામાં આવેલ આ મીટીંગમાં રોડ સેફટીનો ભારતમાં બદલાઈ રહેલ સીનારીયો અને તેના આધારે અમદાવાદ ખાતે બીલને અમલમાં મૂકવામાં આવે તે અંગેની ચર્ચાઓ થઈ હતી. આ બિલને લોકસભામાં પસાર કર્યા બાદ આગામી ચોમાસાની સીઝનમાં રાજયસભામાંથી પસાર કરાશે કટસ ઈન્ટરનેશનલ દ્વારા એક પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું છે. જેને દિલ્હી રાજયસભાના સભ્યો સમક્ષ મુકાશે. તેમજ શિયાળામાં આ બિલ પાસ થઈ જશે.

કટસ ઈન્ટરનેઠશનલનાં ડાયરેકટર જયોર્જ ચેરીયને ભારત વિશ્ર્વસ્તરે માત્ર ૨ ટકા મોટર વ્હીકલ ધરાવે છે. અને ૧૦ ટકાથી વધારે રોડ એકિસડેન્ટ નોંધાયા છે. જે મુજબ ભારતના રસ્તાઓ પર દર કલાકે ૫૭ એકસીડેન્ટ થાય છે. જેમાથી ૧૭ લોકો પોતાની જીંદગી ગુમાવે છે. અમદાવાદમાં ૬૫ ટકા ટુ વ્હીલર અને ૭૫ ટકા કાર ચાલકો દ્વારા મોબાઈલ વાપરવાના કારણે અકસ્માત થાય છે. તેમણે જણાવ્યું હતુ.

આ બાબતે એક માસ્ટર પ્લાન ઘડી તેના અમલ માટે રોડ એન્જીનીયરીંગ અને રોડ સેફટી માટે વૈજ્ઞાનિક માપ હોવું જ‚રી છે. આવું સ્કુલ ઓફ પ્લાનીંગ એન્ડ આર્કિટેકચર નવીદિલ્હીના એચઓડી પીઠે સરકારે અન્ય દેશોના ઉદાહરણો રજૂ કરી નિર્દેશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.