Abtak Media Google News

સંગીત વિદ્યાલયમાં વિવિધ શાળામાં કુલ 350 વિદ્યાર્થીઓને અપાય છે ‘સંગીત દીક્ષા’

રાષ્ટ્રીયશાળા સંચાલિત મહાવિદ્યાલયના બાળકો દ્વારા ગુરુ પૂર્ણિમા ’ ની ભવ્ય ઉજવણી કરેલ  હતી. સંગીતાણાની વિવિધ શાખાઓ જેમાં ગાયન , વાદન , વાંસળી, તબલા , કીબોર્ડ , ગિટાર , સિતાર , ભરતનાટ્યમ , કથકના વિદ્યાર્થિઓએ  પોતાની કૃતિઓ રજૂ કરીને સમગ્ર વાતાવરણ અધ્યાત્મિક અને સંગીતમય બનાવી દીધષલ હતુ.

આજે સંગીત વિદ્યાલયમાં વિવિધ શાખાઓમાં કુલ 350 જેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહેલ છે જેમાં 6 વર્ષ થી 65 વર્ષ સુધીના ભાઈઓ બહેનોનો સમાવેશ થાય છે . ફી પણ સામાન્ય લોકોને પોષાય તે રીતે નહીં નફો નહી નુકશાન ધોરણે લેવામાં આવે છે . બાળકોને ક્વોલિફાઇડ શિક્ષકો તરફથી સારી તાલીમ મળી રહે તેમજ સ્ટેજ મળી રહે તે સંસ્થાનો પ્રયત્ન છે.

ગુરૂપૂર્ણિમા નિમિતે કાર્યક્રમમાં રાષ્ટ્રીયશાળાના મેનેજિંગ ટ્રસ્ટી  જીતુભાઈ ભટ્ટ  સહિત પાશ્વનાથ કો ઓપ . બેંકના ચેરમેન  પિયુષભાઈ મહેતા ,  રાજ કો.ઓપ.બેંકના મેનેજિંગ ડાઇરેક્ટર  કમાલભાઈ ધામી , કોઠારી લેબોરેટરી એન્ડ ડાઈગ્નોસિસ સેંટરના મેનેજિંગ ટ્રસ્ટી  રમણીકભાઈ જસાણી , રાષ્ટ્રીયશાળા શિક્ષણ સમિતિના ચેરમેન નિદતભાઈ બારોટ , સામાજિક કાર્યકર નંદલાલભાઈ જોશી , રાષ્ટ્રીયશાળા સંચાલિત સીનિયર સિટિજન ક્લબ ચેરમેન  દેવેન્દ્રસિંહ રાણા ,  કમલેશભાઈ મકવાણા , તથા  રહિમભાઈ સડેકી ઉપસ્થિત રહેલ  હતા.

આ પ્રસંગે કમલભાઈ ધામી એ સંગીતશાળાને રૂ  21,000 / – જો ચેક અર્પણ કરેલ તેમજ એ રમણીકભાઈ જશાનીએ રૂ  . 75,000 / -નું અનુદાન જાહેર કરેલ હતુ.કાર્યક્રમને સફળ બનાવવા સંગીત શાળાના   ભર્ગવભાઈ જાની , નિમિષબેન પારેખ ,  સાજીદભાઈ મીર,  ગોપીબેન રાયઠ્ઠા , યુક્તાબેન દવે વગેરે જહેમત ઉઠાવેલ  હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.