Abtak Media Google News

2694 પરીક્ષા કેન્દ્રો પર લેવાશે કસોટી: ઉમેદવારો માટે એકસ્ટ્રા બસ અને ટ્રેન દોડાવાશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજયના  અલગ અલગ  જિલ્લાઓમાં ખાલી પડેલી તલાટી કમ મંત્રીની  3437 જગ્યાઓ ભરવા માટે પરીક્ષા લેવામાં આવશે. રાજયના અલગ અલગ  2694 કેન્દ્રો પર 8 લાખ  64હજાર ઉમેદવારો સરકારી નોકરી મેળવવા  માટે પરીક્ષાની એરણ પર ચડશે રાજય સરકાર દ્વારા જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી ે. ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોચી શકે તે માટે એકસ્ટ્રા ટ્રેન તથા  બસ પણ દોડાવવામાં આવી રહી છે. કાલે બપોરે 12.30 થી 1.30 કલાક દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોએ 11 વાગ્યા સુધીમાં કેન્દ્ર પર પહોચી જવાનું   રહેશે 11.30 કલાકથી પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવશે.

તલાટી કમ મંત્રક્ષની  3437 જગ્યાઓ માટે 17 લાખ જેટલા  ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. દરમિયાન  રાજય સરકાર દ્વારા પરીક્ષા આપનાર ઉમેદવારો પાસેથી ક્ધર્ફમેશન લેટર લેવામા આવ્યા હતા જે પૈકી  8 લાખ  64 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપવા માટેનું ક્ધર્ફેમેશન આપ્યું હતુ જે અંતર્ગત  અત્યાર સુધીમાં   7.19 લાખ ઉમેદવારોએ પોતાના  ક્ધર્ફેમેશન લેટર  ડાઉનલોડ કરી લીધા છે. આશરે  7.50 લાખ ઉમેદવારો પરીક્ષા  આપશે તેવા અંદાજ  સાથે વ્યવસ્થા  કરવામાં આવી  છે.

પરીક્ષામાં  ગેરરીતિ અટકાવવા માટે તમામ ઉમેદવારોને તેના જિલ્લાના બદલે અન્ય જિલ્લામાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓ સરળતાથી કેન્દ્ર પર પહોચી શકે તે માટે રાજય સરકાર દ્વારા 4500 જેટલી એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે. આઉપરાંત   રેલવે વિભાગ દ્વારા પણ એકસ્ટ્રા ટ્રેનો  દોડાવવામાં આવી રહી છે.અલગ અલગ  સમાજ દ્વારા ઉમેદવારોના રોકાણ માટે ખાસ  વ્યવસ્થા કરવામાં આવી છે.છેલ્લા ઘણા રાજયમાં  અલગ અલગ  સરકારી  ભરતીની પરીક્ષાના  પેપર ફૂટતા હોય તલાટી  મંત્રીની પરીક્ષાનું પેપર ન  ફૂટે તેની જડબેસલાક વ્યવસ્થા  કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લામાં 105 જગ્યા, અમરેલી જિલ્લામાં 205 જગ્યા, આણંદ જિલ્લામાં 125 જગ્યા, અરવલ્લી જિલ્લામાં 41 જગ્યા, બનાસકાંઠા  જિલ્લામાં 120 જગ્યા, ભરૂચ જિલ્લામાં 164 જગ્યા, ભાવનગર જિલ્લામાં 208 જગ્યા, બોટાદ જિલ્લામાં 44 જગ્યા છોટા ઉદેપુર જિલ્લામાં 85 જગ્યા, દાહોદ જિલ્લામાં 68 જગ્યા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  75 જગ્યા, ડાંગ જિલ્લામાં 18 જગ્યા, ગાંધીનગર જિલ્લામાં 23 જગ્યા, ગીર સોમનાથ જિલ્લામાં 93 જગ્યા, જામનગર જિલ્લામાં 161 જગ્યાઓ, જૂનાગઢ જિલ્લામાં 191 જગ્યા,  કચ્છ જિલ્લામાં 159 જગ્યા, ખેડ જિલ્લામાં  126 જગ્યા, મહિસાગર જિલ્લામાં 48 જગ્યા,  મહેસાણા જિલ્લામાં 152 જગ્યા, મોરબી જિલ્લામાં 56 જગ્યા, નર્મદા જિલ્લામાં 96 જગ્યા, નવસારી જિલ્લામાં  64 જગ્યા, પંચમહાલ જિલ્લામાં  99 જગ્યા, પાટણ જિલ્લામાં 108 જગ્યા, પોરબંદર જિલ્લામાં 44 જગ્યા, રાજકોટ જિલ્લામાં 188 જગ્યા, સાબરકાઠા જિલ્લામાં 42 જગ્યાઓ, સુરત જિલ્લામાં  90 જગ્યા, સુરેન્દ્રનગર જિલ્લામાં 137 જગ્યાઓ,  તાપી જિલ્લામાં 61 જગ્યાઓ, વડોદરા જિલ્લાની  141 જગ્યાઓ અને વલસાડ જિલ્લામાં 90 જગ્યાઓ સહિત  3437 તલાટી કમ મંત્રીની ખાલી જગ્યાઓ  પુરવા માટે પરીક્ષા લેવામાં આવશે આજે સવારથી  ઉમેદવારો  પોતાને  ફાળવાયેલા કેન્દ્રો સુધી  જવા માટે રવાના થઈ ગયા હતા.

પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમજ સૂત્રો પોકારવા નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ/કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવા.  પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગોના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ પોલીસ કર્મચારીઓ ઉભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા (રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીને જ પ્રવેશ આપવાનો રહેશે.

પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રોના સંપાદકઓ, બિલ્ડીંગના ક્ધડકટર , ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે તે વોટરમેન, બેલમેન કે જેઓને આયોગ દ્વારા ઓળખકાર્ડ આપવામાં આવેલ છે તે તપાસીને પ્રવેશ આપવાનો રહેશે. પોલીસ કર્મચારીએ પરીક્ષા કેન્દ્ર/બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે.

વર્ગખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહીં અને પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ માર્ગ ઉપર ચોકમાં ગલીમાં કોઇપણ વ્યકિતએ વાયરલેસ ડીવાઇસીસ જેવા કે બ્લુ ટુથ, પેન કેમેરા, મોબાઇલ કે ઈન્ટરનેટ સાથે કનેકટેડ ઉપકરણો કે અન્ય કોઇપણ ઈલેકટ્રોનિકસ સાધનો લઇ જવા નહીં.આ હુકમ અન્વયે પોતાના અંગત ઉપયોગ માટે કોપીઈંગ મશીનનો વપરાશ કરતી વ્યકિતઓને, પોતાની ફરજની રૂએ કામ કરતી વ્યકિતને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.